આ મહીને મોદી સરકાર 1 કરોડ LPG ગેસ કનેક્શન ફ્રિ માં આપશે: જાણો કોને મળશે આ લાભ? શું શું દસ્તાવેજ જોશે? સંપૂર્ણ માહિતી વિગતવાર

આ મહીને મોદી સરકાર 1 કરોડ LPG ગેસ કનેક્શન ફ્રિ માં આપશે: જાણો કોને મળશે આ લાભ? શું શું દસ્તાવેજ જોશે? સંપૂર્ણ માહિતી વિગતવાર

1 ફેબ્રુઆરી એ બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત 1 કરોડ નવા કનેક્શન મફતમાં આપવામાં આવશે. મળતી વિગતો મુજબ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ આગામી તબક્કાની  રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. સૂત્રો નુ કહેવું છે કે આ મહિને જાહેરાતને અમલમાં મૂકી દેવામાં આવશે.

ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે આવતા પરિવારો ને મફતમાં રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવશે. સર્વે અનુસાર 31 જાન્યુઆરી 2021 સુધીમાં આ યોજના હેઠળ 8 કરોડથી વધુ લોકોને LPG કનેક્શન આપવામાં આવ્યા છે. બજેટ ની ઘોષણા મુજબ જે રાજ્યો અને જે ક્ષેત્રોમાં ઓછો વપરાશ થાય છે ત્યાં નવા ગેસ કનેક્શનનુ વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો : પીએમ ઉજ્જવલા યોજના ૨૦૨૧-૨૨: ગેસ કનેક્શન માટે સરકાર આપે છે રૂ.૧૬૦૦ ની સહાય

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1 મે 2016 નાં રોજ શરૂ કરવામાં આવી હતી. જો તમે આ યોજના હેઠળ ગેસ કનેક્શન લો છો તો ત્યારે સ્ટવ સાથેનો ખર્ચ 3,200 રૂપિયા થાય છે. જેમાં સરકાર 1600 રૂપિયા સબસિડી તમારા બેંક ખાતામાં મોકલે છે. અને બાકીના 1600 રૂપિયા તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકોએ આ કંપનીને EMI તરીકે 1600 રૂપિયા ચૂકવવા પડશે.કોરોનાનાં લોકડાઉનનાં સમયે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત દરેક લાભાર્થીઓને વિના મુલ્યે ત્રણ વખત ગેસ સિલિન્ડરોનું વિતરણ કર્યું હતુ.

ઉજ્જવલા યોજનાનો લાભ કોને મળશે :- ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જરૂરી છે. જે અરજદાર છે તે BPL કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવો જરૂરી છે. સબસિડી ની રકમ મેળવવા માટે મહિલા પાસે રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત ખાતુ હોવું જરૂરી છે. અરજદાર પાસે પહેલેથી જ ઘરે LPG ગેસ કનેક્શન ન હોવું જોઈએ. જો તમારે પણ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મેળવવો છે તો નીચે આપેલી માહિતી મુજબ એપ્લાઈ કરી શકો છો.

ઉજ્જવલા યોજના માટે જરૂરી આધાર પુરાવા :-
(1) બીપીએલ કાર્ડ
(2) આધાર કાર્ડ
(3) ચૂંટણી કાર્ડ
(4)પાસપોર્ટ સાઇઝ ફોટા 
(5) બેંક પાસબુક

ક્યાં ફોર્મ ભરી શકો?
ઉજ્જવલા યોજના અંતર્ગત ફોર્મ તમે પીએમ ઉજ્જવલા વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમે LPG સેન્ટર થી પણ લઈ શકો છો.