શું ખરેખર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની છે? જાણો નિષ્ણાંતોનું શું કહેવું છે?

શું ખરેખર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની છે? જાણો નિષ્ણાંતોનું શું કહેવું છે?

હમણાં તો જ્યાં જઈએ ત્યાં કોરોના ની ત્રીજી લહેરની ચર્ચા સાંભળવા મળે છે. કોરોની ની ત્રીજી લહેર બીજી કરતા વધુ ખતરનાક હશે. ત્રીજી લહેરમાં વેન્ટિલેટર પર રહેલી વ્યક્તિનું 2 થી 3 દિવસમાં જ મૃત્યુ થશે. ખબર નહિ લોકો આવી અફવાએ ક્યાંથી સાંભળતા હશે? પરંતુ સાચી વાત તો એ છે કે કોરોના ની બીજી લહેર પૂરી થવા લાગી છે. પહેલા દેશમાં જે 4 લાખ કરતાં વધુ કેસ આવતા તે હવે ઘટીને 1 લાખથી પણ ઓછા થઈ ગયા છે. દેશના કેટલાય જિલ્લાઓમાં કોરોનાનો એક કેસ પણ નથી. દેશભરમાં હવે લોકડાઉનમાં ધટાડો થઈ રહ્યો છે. દુકાનો ખુલવા લાગી છે, તમામ ધંધાઓ પણ રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. ઓનલાઇન સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકોમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની ચિંતા ઘૂસવા માંડી છે.

કોરોના માં કેટલાય લોકોના મોત ડર નાં કારણે થયા હતા, આ વાત નિષ્ણાંતો પણ માની રહ્યા છે. કોરોના ની ત્રીજી લહેર ની વાત કરીએ તો બે પ્રકારના દાવા થઈ રહ્યા છે. કેટલાક જાણકારો એવું કહે છે કે, આગામી ઓક્ટોબર નવેમ્બર માં કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે. જ્યારે બીજા જાણકારો કહે છે કે પૂરતી કાળજી લેવામાં આવે તો ત્રીજી લહેર અટકાવી શકાય છે.

WHO નાં ચીફ સાઈન્ટિસ્ટ ડૉ. સ્વામીનાથન નુ કહેવું છે કે, ભારતમાં જો સર્વેલન્સ વધે અને સંભવિત કોરોનાં ની ત્રીજી લહેર સામે લડવાનું સૌથી મોટું હથિયાર વેક્સિનેશન વધે તો ત્રીજી લહેર રોકી શકાય. દેશની કુલ વસ્તીના 70 થી 80 ટકાનુ વેક્સિનેશન થઈ જાય તો હર્ડ ઇમ્યુનીટી વિકસિત થાય અને કોરોના સામે રક્ષણ મળી શકે. કોરોનાની પહેલી લહેર શરૂ થઈ ત્યારે જાન્યુઆરી 2021 માં કોરોના કેસ રોજના અંદાજે 10,000 જેટલા થઈ ગયા હતાં. જેથી સરકારે માની લીધું કે હવે દેશમાં કોરોના સામે સાવચેતી રાખવાની જરૂર નથી, પછી સરકારે ચુંટણી કરવાનું શરૂ કર્યું. પરંતુ ચુંટણી પછી જે પરિણામ આવ્યું તે ખૂબ જ દર્દનાક હતું. કોરોના ની બીજી લહેરમાં દેશભરમાં અફરાતફરી મચી ગઈ, હોસ્પિટલો ફૂલ થવા લાગી, ઇન્જેક્શન નાં કાળાબજાર થયા, ઓકસીજનની અછત જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધીમાં કોરોના નાં કારણે દેશમાં 3,51,000 થી વધુ વ્યક્તિના મોત થયા છે. હવે જ્યારે કોરોના ની બીજી લહેર શાંત પડી છે ત્યારે સમય છે કે આપણી ભૂલોમાંથી શીખ લઈએ.

સો વાત ની એક વાત કે કોરોના હવે કાયમ માટે જતો રહેશે તેવા ભ્રમમાં રહેવાની જરૂર નથી અને કોરોના નાં ખોટા ભયથી ડરવાની પણ જરૂર નથી. નિષ્ણાતો નુ કહેવું છે કે, બાળકોને ત્રીજી લહેરમાં ખતરો છે તે વાત ખોટી છે. પહેલી બે લહેરમાં જે રીતે સંક્રમણ ફેલાતું હતું તે રીતે ત્રીજી લહેરમાં પણ ફેલાશે. કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે છે તેથી આપણે અને સરકારે બન્ને કોરોનાની ત્રીજી સામે તૈયાર રહેવાનું છે.