SBI ના કોઈ કર્મચારીની ફરિયાદ કેવી રીતે કરી શકાય? જાણો ફરિયાદ કરવા માટેની સંપુર્ણ પ્રોસેસ...

SBI ના કોઈ કર્મચારીની ફરિયાદ કેવી રીતે કરી શકાય? જાણો ફરિયાદ કરવા માટેની સંપુર્ણ પ્રોસેસ...

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પુરી પાડવા માટે પ્રયત્નશીલ રહે છે. ગ્રાહકોને બેંક શાખાથી ઓનલાઇન પ્લેટફોર્મ સુધીની ઘણી સુવિધાઓ મળે છે. પરંતુ, ઘણી વખત ગ્રાહકો બેંક કર્મચારીઓની વર્તણૂકથી અથવા તેઓ જે રીતે કામ કરે છે તેનાથી ખુશ થતા નથી. જો તમને પણ આવું થાય અને તમને લાગે કે બેંક કર્મચારીનું વર્તન યોગ્ય નથી, તો તમે એસબીઆઈના પ્લેટફોર્મ પર તેના વિશે ફરિયાદ કરી શકો છો.

ઘણાં ગ્રાહકો બેંક શાખામાં અભદ્ર વર્તન અથવા બેંક કર્મચારીઓ સાથેની કોઈ ફરિયાદ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આવી સ્થિતિમાં, તે ગ્રાહકો એસબીઆઈના પ્લેટફોર્મ પર જઈ શકે છે અને તેમના વિશે ફરિયાદ કરી શકે છે, જેના વિશે એસબીઆઇએ જ માહિતી આપી છે. ચાલો તમને જણાવી દઈએ કે બેંક કર્મચારી સામે ફરિયાદ (Complaint of a bank employee) કેવી રીતે કરી શકાય?

હકીકતમાં, તાજેતરમાં જ એક ગ્રાહકે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી, 'બ્રાંચના મેનેજર યોનો ઈંસ્ટોલ કરવાના નામે મોબાઇલ અને માહિતી લઈ રહ્યાં છે અને ગ્રાહકને કોઈ પણ પ્રકારની માહિતી આપ્યા વિના ગ્રાહકની પરવાનગી વિના 500 રૂપિયાનો વીમો શરૂ કરી દે છે. જ્યારે બેંક દ્વારા પૈસા કાપવામાં આવે છે ત્યારે મેનેજર પાસેથી માહિતી માંગવા પર તેઓ સર્વિસ ચાર્જ કહીને ગ્રાહકોની સાથે ઝઘડો કરવાનું શરૂ થઈ જાય છે. ગ્રાહકની આ ફરિયાદ પર એસબીઆઇએ જણાવ્યું છે કે આવી સ્થિતિમાં કર્મચારીની ફરિયાદ કેવી રીતે કરી શકાય.

ગ્રાહકની ફરિયાદ અંગે બેંકે કહ્યું કે, ગ્રાહકની અસુવિધા બદલ દિલગીર છીએ અને અમે અમારા કર્મચારીઓની આવી પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ. આ સાથ, બેંકે કહ્યું કે, અમારા ગ્રાહકોની સગવડ સર્વોચ્ચ છે અને પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.

ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય?
જો આપણે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે વાત કરીએ, તો એસબીઆઈના પોર્ટલ https://cms.onlinesbi.com/CMS ની મુલાકાત લઈને ફરિયાદ નોંધાવી શકો છો. આ વેબસાઇટ ખોલ્યા બાદ, General Banking ના વિકલ્પ પર Branch Related કેટેગરીમાં ફરિયાદ દાખલ કરી શકશો. આમ, જો ભવિષ્યમાં તમારી સાથે પણ બેંક કર્મચારી દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવે, તો તમે આ પ્રક્રિયા દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.