khissu

SBI બેંકે આ કંપની સાથે લોંચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ: જાણો આ કાર્ડના ફાયદા, આ કાર્ડની અરજી કેવી રીતે કરવી?

ક્રેડિટ કાર્ડનાં ક્ષેત્રમાં દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની એસબીઆઈ અને ફેબ ઈન્ડિયા (Feb India) એ એક વિશેષ કો બ્રેન્ડેડ કન્ટેકલેસ ક્રેડિટ કાર્ડ બહાર પડવાની જાહેરાત કરી છે. આ કાર્ડનું નામ ફેબઈન્ડિયા એસબીઆઈ કાર્ડ હશે. આ કાર્ડમાં વધુ સુવિધા ઉમેરવામાં આવી છે. ભારતનું સૌથી મોટી રિટેલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરનાર પ્લેટફોર્મ ફેબ ઇન્ડિયા છે.

એસબીઆઈ નુ કહેવું છે કે આ કાર્ડ બેંકના મુખ્ય ગ્રાહકોને શ્રેષ્ઠ ખરીદીનો અનુભવ કરાવવા માટે અને નવી ડિઝાઈનથી સુવિધાઓનો લાભ પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડ બે વેરિઅંટમાં આવે છે એક ફેબ ઈન્ડિયા એસબીઆઈ કાર્ડ સિલેક્ટ અને બીજું ફેબ ઇન્ડિયા એસબીઆઈ કાર્ડ.

ફેબ ઇન્ડિયા એસબીઆઈ કાર્ડનાં ફાયદા:- નવા કન્ટેક્ટલેસ કાર્ડ દ્વારા ગ્રાહકોને વેલ્કમ બેનિફિટનાં રૂપમાં 500 થી 1500 રૂપિયાનું ગીફ્ટ વાઉચર મળશે. જો તમે આ કાર્ડ થી 2 લાખ રૂપિયા ખર્ચ કરો છો તો 1250 રૂપિયાનું ગીફ્ટ વાઉચર મળશે. આ કાર્ડમાં દર મહિને 100 રૂપિયાની મહત્તમ મર્યાદા પર ફ્યુલ સરચાર્જ માંથી મુક્તિ મળશે.

ફેબ ઈન્ડિયામાં ખર્ચ કરવામાં આવતા પ્રત્યેક 100 રૂપિયા પર 10 રિવોર્ડ પોઇન્ટ મળશે. આ ઉપરાંત ડાઈનિંગ, મૂવી, મનોરંજન પર ખર્ચવામાં આવતા દરેક 100 રૂપિયા પર 3 રીવોર્ડ પોઇન્ટ મળશે.

આવી રીતે કરો એપ્લાઈ :- ફેબ ઇન્ડિયા એસબીઆઇ કાર્ડ માટે તમારે ફેબ ઈન્ડીયાનાં સ્ટોર પર જઈને આવેદન કરવું પડશે. તે ઉપરાંત એસબીઆઈ ની વેબસાઇટ, ફેબ ઇન્ડિયા ની વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન પર જઈને ઓનલાઈન એપ્લાઇ કરી શકો છો. આ બન્ને કાર્ડ બનાવવાનો ચાર્જ 499 અને 1499 રૂપિયા છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.