દેશમાં મોંઘવારી વધી રહી છે. જેનો સીધો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે. વધતી મોંઘવારીનાં યુગમાં સામાન્ય માણસ ને વધુ એક ઝટકો લાગ્યો છે. આજથી (1 જુલાઈ) રાંધણ ગેસ સિલિન્ડર ની કિંમતોમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ રાંધણ ગેસમાં વપરાતા 14.2 કિલોગ્રામ LPG ગેસ સિલિન્ડરની અંદર 25.50 રૂપિયાનો વધારો કર્યો છે. તેની સાથે જ દિલ્હીમાં LPG ગેસ સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તે સિવાય કોલકત્તાની અંદર 861 રૂપિયા અને મુંબઈ માં 834.5 રૂપિયા LPG ગેસ સિલિન્ડર નો ભાવ થઈ ગયો છે.
આ વર્ષે ક્યારે વધ્યા LPG ગેસ સિલિન્ડરનાં ભાવ:- આ વર્ષે જાન્યુઆરી મહીનામાં દિલ્હીમાં LPG ગેસ સિલિન્ડર નાં ભાવ 649 રૂપિયા હતા. જે ફેબ્રુઆરી માં વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી નાખવામાં આવ્યા હતા. તેમજ 15 ફેબ્રુઆરી એ ફરી વખત ભાવમાં વધારો થયો જેથી ભાવ 769 રૂપિયા થયા હતા. મે મહિનામાં LPG ગેસ સિલિન્ડર નાં ભાવ 794 રૂપિયા સુધી કરી નાખવામાં આવ્યા હતા. તેમજ માર્ચ મહીનામાં 819 રૂપિયા થયા હતા. આમ, 2021 ની અંદર કુલ 140.50 રૂપિયા LPG ગેસ સિલિન્ડર મોંઘો થયો હતો.
આ પણ વાંચો: કામનો વિડિયો / આવતી કાલથી બદલાઈ જશે 6 મોટાં નિયમો, સમય કાઢી જાણી લો...
સરકારી ઓઇલ કંપનીઓ મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર નાં ભાવમાં વધારો કે ઘટાડો કરતી હોય છે. મે મહિનાની અંદર LPG ગેસ સિલિન્ડર નાં ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. આની પહેલા એપ્રિલમાં LPG ગેસ સિલિન્ડર નાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો.
ગુજરાતના દરેક જિલ્લામાં 1 જુલાઈથી ગેસ સિલિન્ડરનાં 14.2 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહેશે.
જિલ્લો | જુલાઈ 2021 | જુન 2021 |
અમદાવાદ | 816 | 816 |
અમરેલી | 828.50 | 828.50 |
આણંદ | 815 | 815 |
અરવલ્લી | 823.50 | 823.50 |
બનાસકાંઠા | 833 | 833 |
ભરૂચ | 815 | 815 |
ભાવનગર | 817 | 817 |
બોટાદ | 822.50 | 822.50 |
છોટાઉદેપુર | 823.50 | 823.50 |
દાહોદ | 836.50 | 836.50 |
દેવભૂમિ દ્વારકા | 828 | 828 |
ગાંધીનગર | 817 | 817 |
ગીર સોમનાથ | 830 | 830 |
જામનગર | 821.50 | 821.50 |
જુનાગઢ | 828 | 828 |
ખેડા | 816 | 816 |
કચ્છ | 829.50 | 829.50 |
મહીસાગર | 832 | 832 |
મહેસાણા | 817.50 | 817.50 |
મોરબી | 820 | 820 |
નર્મદા | 830 | 830 |
નવસારી | 823.50 | 823.50 |
પંચમહાલ | 825 | 825 |
પાટણ | 833 | 833 |
પોરબંદર | 830 | 830 |
રાજકોટ | 814.50 | 814.50 |
સાબરકાંઠા | 835.50 | 835.50 |
સુરત | 814.50 | 814.50 |
સુરેન્દ્રનગર | 821.50 | 821.50 |
તાપી | 829 | 829 |
ડાંગ | 826.50 | 826.50 |
વડોદરા | 815 | 815 |
વલસાડ | 828.50 | 828.50 |
જુન મહિનાની અંદર 19 કિલોના ગેસ સિલીન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ મહિનાની શરૂઆતમાં જ તેના ભાવ ફરી વધારી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં 19 કિલો વાળા ગેસ સિલીન્ડરના ભાવ 1473.50 થી વધારીને 1550 કરી દેવામાં આવ્યા છે. એટલે કે 76.50 રૂપિયાનો વધારો કરાયો છે.
આ પણ વાંચો: પેટ્રોલમાં રેકોર્ડબ્રેક ભાવ, આટલો બધો ભાવ પહેલાં ક્યારેય ન હતો
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.