પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan-Dhan Yojana- PMJDY) અંતર્ગત દેશના ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં શૂન્ય બેલેન્સ પર ખોલવામાં આવે છે. આ સાથે, ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. જો તમે પણ આ બેંકોમાં જન ધન ખાતું ખોલ્યું છે, તો હવે તમે સરળતાથી ઘરે બેઠાં જ બેલેન્સ ચેક કરી શકો છો. અહીં આપણે જન ધન ખાતામાં ઘરે બેઠાં બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાય તે અંગેની માહિતી મેળવીએ.
1. એસબીઆઇ બેંક (State Bank of India- SBI)
જો તમારું એકાઉન્ટ એસબીઆઈમાં છે તો તમે 18004253800 અને 1800112211 નંબર પર કોલ કરી શકો છો.
ત્યાર પછી તમારી ભાષા પસંદ કરો. બેલેન્સ અને છેલ્લા પાંચ વ્યવહારો જાણવા '1' દબાવો. હવે તમે તમારું બેલેન્સ જાણી શકશો. આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારકો પણ તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 92237 66666 પર કોલ કરીને બેલેન્સ જાણી શકે છે.
2. પી.એન.બી. (Punjab National Bank- PNB)
પંજાબ નેશનલ બેંકમાં ખાતા ધરાવતા ગ્રાહકો તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 18001802223 અથવા 01202303090 પર મિસ કોલ કરીને એસએમએસ દ્વારા તેમના એકાઉન્ટ બેલેન્સની તપાસ કરી શકે છે. જો તમારો મોબાઇલ નંબર નોંધાયેલ નથી, તો એકાઉન્ટ ધારકો નજીકની શાખાની મુલાકાત લઈને આ સેવા શરૂ કરી શકે છે.
3. આઈસીઆઈસીઆઈ બેંક (Industrial Credit and Investment Corporation of India Bank- ICICI Bank)
જો તમારું આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું છે, તો પછી ખાતામાં રહેલી રકમ જાણવા તમે 9594612612 પર મિસ કોલ કરી શકો છો. આ સિવાય ગ્રાહકો તેમના ખાતાની બેલેન્સની માહિતી જાણવા માટે 'IBAL' લખીને 9215676766 પર મેસેજ પણ કરી શકે છે.
આ પણ વાંચો: ICICI ના ખાતાધારકો માટે મોટાં સમાચાર: ૧ તારીખથી બેંકના નવા નિયમો લાગુ, જાણી લો આ નિયમો નહિતર થશે નુકસાન
4. એચડીએફસી બેંક (Housing Development Finance Corporation- HDFC Bank)
એચડીએફસી બેંકના ખાતાધારકોને બેલેન્સ ચેક માટે ટોલ ફ્રી નંબર 18002703333, મિની સ્ટેટમેન્ટ માટે 18002703355, ચેક બુક મંગાવવા માટે 18002703366 અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ જાણવા માટે 1800 270 3377 પર કોલ કરીને માહિતી મેળવી શકે છે.
5. બેંક ઓફ ઇન્ડિયા (Bank of India- BOI)
બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારકો 09015135135 પર મિસ કોલ કરીને પોતાના ખાતાની બેલેન્સ જાણી શકે છે.
6. એક્સિસ બેંક (AXIS Bank)
એક્સિસ બેંકના ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 18004195959 પર કોલ કરીને તેમના એકાઉન્ટ બેલેન્સની માહિતી મેળવી શકે છે. તેમજ એક્સિસ બેંકના ગ્રાહકો મીની સ્ટેટમેન્ટ જાણવા માટે 18004196969 પર કોલ કરી શકે છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.