જો કોઈએ તમને ચેક આપ્યો હોય અને તમે તેને પૈસા મેળવવા માટે બેંકમાં જમા કરાવો, તો તે જરૂરી છે કે ચેક જારી કરનારની પાસે તેના એકાઉન્ટમાં ઓછામાં ઓછાં એટલા નાણાં હોવા જરૂરી છે, જેટલા નાણાનો તેણે ચેક લખ્યો હોય. જો તેના ખાતામાં એટલા પૈસા નથી, તો બેંક તે ચેકને Dishonour કરે છે. બેંક આ ચેકની ચુકવણી કર્યા વિના જ આ ચેક પાછો મોકલે છે. તેને ચેક બાઉન્સ કહે છે. આને બેંકિંગમાં એક નકારાત્મક સ્થિતિ માનવામાં આવે છે. આ પરિસ્થિતિને ચેક બાઉન્સ કહેવામાં આવે છે.
જે વ્યક્તિ ચેક આપે છે અને તે સહી કરે છે તેને Drawer કહેવામાં આવે છે. જે વ્યક્તિ ચેક મેળવે છે અને ચુકવણી માટે બેંકમાં જમા કરે છે તેને Payee કહેવામાં આવે છે. જ્યારે ચેક બાઉન્સ થાય છે ત્યારે બેંક દ્વારા એક સ્લિપ પણ આપવામાં આવે છે. ચેક બાઉન્સ કરવાનું કારણ આ સ્લિપમાં લખેલું છે. જો ચેક બાઉન્સ થાય તો શું કરવું તે અંગેની માહિતી મેળવીએ.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસનાં ખાતેદારો માટે મોટાં સમાચાર: જાણો બદલાયેલાં નવા નિયમો
ચેક બાઉન્સ એક ગુનો છે.
જો ચેક બાઉન્સ થાય છે, તો સૌથી પહેલા એક મહિનાની અંદર ચેક જારી કરનારને કાનૂની નોટિસ મોકલવી પડે છે. આ નોટિસમાં એમ કહેવામાં આવે છે કે, તેણે જે ચેક આપ્યો હતો તે બાઉન્સ થઈ ગયો છે, હવે તેણે 15 દિવસની અંદર તે ચેકની રકમ આપી દેવી જોઈએ. આ પછી, તમારે 15 દિવસ રાહ જોવી પડશે, જો ચેક આપનાર 15 દિવસમાં તે પૈસા ચૂકવી આપે છે, તો પછી અહીં આ બાબતનો ઉકેલ આવી જાય છે.
નોટિસ મોકલ્યા પછી પણ, જો દેવાદાર 15 દિવસની અંદર કોઈ જવાબ નહીં આપે, તો લેણદાર તેની સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 (Negotiable Instruments Act, 1881) ની કલમ 138 હેઠળ સિવિલ કોર્ટમાં કેસ કરી શકે છે. કોઈપણ પ્રકારનું દેવું અથવા બાકી નાણાંની પુન -પ્રાપ્તિ ન થાય તેવા કિસ્સામાં અથવા જ્યારે બે પક્ષો વચ્ચે થયેલા વ્યવહાર પછી ચુકવણી (Payment) પ્રાપ્ત ન થાય, તો પછી કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. જો લોન બંધ કરવા માટે ચેક બાઉન્સ થાય તો તેની સામે કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. આવી સ્થિતિમાં, તમારે ચેક આપનાર વ્યક્તિને 2 વર્ષની કેદ અને વ્યાજની સાથે ડબલ રકમ ચૂકવવી પડી શકે છે. ધ્યાનમાં રાખો કે જ્યાં તમે રહો છો ત્યાં જ કેસ દાખલ કરવામાં આવશે.
ફોજદારી કેસ પણ દાખલ કરી શકાય છે.
ચેક બાઉન્સના કિસ્સામાં, તમે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી (Indian Penal Code- IPC) ની કલમ 420 હેઠળ પણ ફોજદારી કેસ દાખલ કરી શકો છો. આ માટે તે સાબિત કરવું પડશે કે ચેક જારી કરનારનો હેતુ બેઇમાની કરવાનો હતો. આ માટે આરોપીને 7 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
ચેક બાઉન્સ ક્યારે થાય?
1. જો ચેક જારી કરનારના બેંક ખાતામાં પૈસા ન હોય તો.
2. જો ચેક આપનારના બેંક ખાતામાં ચેકમાં લખેલી રકમ કરતા ઓછી રકમ હોય.
3. ચેક આપનારે પોતાની સહી સાચી ન કરી હોય તો.
ચેક બાઉંસના આ કેસોમાં કોઈ પગલા લેવામાં આવશે નહીં.
- જો આ ચેક અગાઉથી (Advance) માં આપવામાં આવ્યો હોય ત્યારે
- જો ચેક સુરક્ષા (Security) તરીકે આપવામાં આવ્યો હોય ત્યારે
- જો ચેકમાં નંબર અને શબ્દોમાં લખેલી રકમ જુદી હોય ત્યારે
- જો ચેક કોઈ ચેરીટેબલ સંસ્થાને ભેટ અથવા દાન તરીકે આપવામાં આવ્યો હોય ત્યારે
- જો ચેક વિકૃત અવસ્થામાં મળી આવે ત્યારે
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.