khissu

બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: આવતી કાલથી ATM ના નવાં નિયમો લાગુ, જાણી લો આ નિયમો નહિંતર થશે નુકસાન

બેંકો ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. પરંતુ જો તમને લાગે કે એટીએમ (Automated Teller Machine- ATM) વાપરવા માટે બેંકો તમારી પાસેથી પૈસા લેતી નથી, તો તે ખોટું છે. સામાન્ય રીતે એક મહિનામાં એટીએમ દ્વારા પાંચ વ્યવહારો ગ્રાહકો માટે એકદમ મફત છે. આ સાથે, અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ વધુ વ્યવહારો મફત આપવામાં આવે છે. જો તમે એક મહિનામાં ATM મારફતે આ મર્યાદાથી વધારે ટ્રાન્ઝેક્શન કરો છો, તો બેન્કો તમારી પાસેથી ચાર્જ લઈ શકે છે.

બેંકોને ઇન્ટરચેન્જ ફી વધારવા માટે મળી મંજુરી:- આરબીઆઈ (Reserve Bank of India- RBI) એ જણાવ્યું હતું કે હોલ્ડિંગ કંપનીઓ અને ગ્રાહકની સુવિધાને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ નાણાકીય વ્યવહારો માટેની ઇન્ટરચેંજ ફી 15 થી 17 અને બિન-નાણાકીય વ્યવહારો માટે 6 થી 5 રૂપિયા વધારી દેવામાં આવી છે. આ નવા દરો 1 લી ઓગસ્ટ 2021 થી લાગુ થશે. વેપારીઓ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરે છે તે માટે ઇન્ટરચેંજ ફી બેંક દ્વારા વસુલવામાં આવે છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસનાં ખાતેદારો માટે મોટાં સમાચાર: જાણો બદલાયેલાં નવા નિયમો

અહીં આપણે આ ઇન્ટરચેન્જ ફી શું છે અને તે ગ્રાહકને કેવી રીતે અસર કરશે તે અંગે વધુ માહિતી મેળવીએ.

ઇન્ટરચેન્જ ફી શું છે?
જો એક બેંકનો ગ્રાહક તેના કાર્ડનો ઉપયોગ કરીને બીજી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો જે બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવે છે તે એક વેપારી બેંક બની જાય છે. આવી સ્થિતિમાં, તમારી બેંકને મરચન્ટ (વેપારી) બેન્કને ચોક્કસ ફી ચૂકવવી પડે છે, જેને એટીએમ ઇન્ટરચેન્જ ફી કહેવાય છે. અન્ય બેંકના એટીએમમાંથી મર્યાદાથી વધુ રકમ ઉપાડવા માટે ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડા અને SBI સહિત ૬ બેંકોના નિયમોમાં થયા મોટાં ફેરફાર: ચેકબુક, ATM અને SMS ચાર્જ સહિત બેંકોના IFSC Code બદલાયા⁠⁠⁠⁠⁠⁠⁠

શા માટે ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવામાં આવ્યો?
આરબીઆઈએ કહ્યું છે કે નવા એટીએમ લગાવવા અને એટીએમના જાળવણીના ખર્ચમાં વધારો થવાને કારણે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. એટીએમ ઓપરેટરની માંગ હતી કે ફી વધારવી જોઈએ, પરંતુ બેંક આ માટે તૈયાર નહોતી. જૂન 2019 માં, સેન્ટ્રલ બેન્કે એટીએમ ચાર્જ અને ફીની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણોની ચર્ચા કર્યા બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અગાઉ, એટીએમનું ઇન્ટરચેન્જ ફી માળખું ઓગસ્ટ 2012 માં બદલવામાં આવ્યું હતું. આ સાથે, કોરોના સમયગાળા દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારો થવાને કારણે એટીએમ ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે. તેથી એટીએમ લગાવવાનો ખર્ચ બેંકોને ભારે પડી રહ્યો છે.

માસિક મર્યાદાથી વધુના વ્યવહારો માટે વધુ ચાર્જ:- તેમને એ પણ જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India- RBI) એ તાજેતરમાં બેંકોને એટીએમ (Automated Teller Machine- ATM) પરના ચાર્જને ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા કરવાની મંજૂરી આપી છે. બેંકો ગ્રાહકોને આ નિયમ દ્વારા ગ્રાહકો પાસેથી ચાર્જ લઇ શકે છે. જો કે, આ નિયમ તમારી નિશુલ્ક ઉપાડની મર્યાદા પુર્ણ થઈ ગયા પછી લાગુ થશે. કેન્દ્રીય બેંકે એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે આ સુધારેલો દર 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે.

આ પણ વાંચો: ચેક બાઉન્સ થાય તો શું કરવુ? ચેક બાઉન્સ ક્યારે થાય? જાણો ચેક બાઉન્સનાં નિયમો અને તેની સજા

આરબીઆઈએ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, નિયમનકારે લગભગ 7 વર્ષ પછી એટીએમ ટ્રાન્ઝેક્શન માટેના ચાર્જમાં વધારો કર્યો છે. આ સાથે એ પણ જોવા મળ્યું છે કે એટીએમ ટ્રાન્ઝેક્શન માટેના ઇન્ટરચેંજ ચાર્જમાં છેલ્લે ઓગસ્ટ ૨૦૧૨ માં સુધારો કરવામાં આવ્યો હતો જ્યારે ગ્રાહકો દ્વારા ચૂકવવાના શુલ્કમાં છેલ્લે ઓtગસ્ટ ૨૦૧૪માં સુધારો કરવામાં આવ્યો હતો. આમ ઘણાં સમય બાદ આ એટીએમ ફીમાં વધારો કરવામાં આવશે. 

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.