khissu

PNB નાં ખાતાધારકો માટે ખુશખબરી: બેંકે પોતાના ગ્રાહકો માટે ખાસ સુવિધા બહાર પાડી

PNB (પંજાબ નેશનલ બેંક) ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેંક તમારા માટે શ્રેષ્ઠ સેવા લઈને આવી છે. ખરેખર, દેશની તમામ બેંકોને તેમના ગ્રાહકોને એક ખાતા માટે માત્ર એક જ એટીએમ ડેબિટ કાર્ડ (એટીએમ / ડેબિટ કાર્ડ) આપવામાં આવે છે. કારણ કે માત્ર એક જ બેંક ખાતું ડેબિટ કાર્ડ સાથે જોડાયેલું હોય છે. પરંતુ હવે પંજાબ નેશનલ બેંક (Punjab National Bank- PNB) એક ડેબિટ કાર્ડથી ત્રણ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની સુવિધા પૂરી પાડી રહી છે. એટલે કે, હવે ગ્રાહકોને એક કાર્ડમાંથી ત્રણ બેન્કોની રકમ ઉપાડવાનો લાભ મળશે.

જાણો શું છે આ સુવિધા?
પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ખાસ સુવિધા લાવી છે. બેંક તેના ગ્રાહકોને 'એડ ઓન કાર્ડ (Add On Card)' અને 'એડ ઓન એકાઉન્ટ (Add On Account)' નામની બે સુવિધાઓ આપી રહી છે. એડ ઓન કાર્ડ સુવિધા હેઠળ, એક બેંક ખાતામાં ત્રણ ડેબિટ કાર્ડ લઈ શકાય છે. તેમજ, એડ ઓન એકાઉન્ટ સુવિધા હેઠળ ત્રણ ખાતાને એક ડેબિટ કાર્ડ સાથે લિંક કરી શકાય છે. એટલે કે, હવે એક કાર્ડથી ઘણા ફાયદા થઈ શકે છે.

1. ફૈસિલિટી કાર્ડ (Add On Card Facility)
PNB દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 'એડ ઓન કાર્ડ ફૈસિલિટી' હેઠળ, ગ્રાહક તેને આપવામાં આવેલા ડેબિટ કાર્ડ ઉપરાંત તેના બેંક ખાતામાં 2 એડ-ઓન કાર્ડ લઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આમાં ફક્ત માતા-પિતા, પતિ-પત્ની અથવા બાળકોનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્ડ્સની મદદથી તમે મુખ્ય ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો.

2. ડેબિટ કાર્ડ (Add On Account Facility)
હકીકતમાં, પીએનબી અનુસાર ત્રણ બેંક ખાતાઓને એક ડેબિટ કાર્ડ સાથે લિંક કરવાની સુવિધા મર્યાદિત છે. આ સુવિધા અંતર્ગત, કાર્ડ જારી કરતી વખતે એક કાર્ડ પર ત્રણ બેંક ખાતા લિંક કરી શકાય છે. આમાંથી એક મુખ્ય ખાતું હશે અને બે અન્ય ખાતા હશે. આ ત્રણમાંથી કોઇપણ ખાતામાંથી ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

આ સેવા ફક્ત પીએનબી એટીએમ પર જ ઉપલબ્ધ:- નોંધનીય છે કે આ સુવિધા માત્ર પીએનબી એટીએમ પર ઉપલબ્ધ હશે. જો કોઈ અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરવામાં આવે છે, તો ટ્રાન્ઝેક્શન મુખ્ય ખાતામાંથી જ કરવામાં આવશે. આ અંતર્ગત, બેન્ક ખાતાઓ પીએનબીની કોઈપણ સીબીએસ શાખાના હોઈ શકે છે, પરંતુ ખાતાઓ માત્ર એક વ્યક્તિના નામે હોવા જોઈએ. તો જ તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.