khissu

લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે તો શું બેંક લોન માફ કરી આપે છે? જાણો શું કહે છે બેંકના નિયમો

જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે ગ્રાહકો બેંક પાસેથી લોન લે છે. પરંતુ કમનસીબે ઘણી વખત લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે છે અને લોનના પૈસા બાકી રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવી સ્થિતિમાં બેંકનું લેણું કોણ ચૂકવે છે? શું વારસદારને બાકીની લોન ચુકવવી પડશે? કે આવી સ્થિતિમાં બીજો કોઈ અન્ય નિયમ છે?

જો તમે પણ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગતા હોવ તો અમે તમને જણાવીશું કે આવી સ્થિતમાં લોન કેવી રીતે ચૂકવવામાં આવે છે અને આ લોન પરત કરવાની જવાબદારી કંઈ વ્યક્તિ પર હોય છે.

સૂત્રોના જણાવ્યા મૂજબ મૃત્યુ પછી લોનની ચુકવણી સબંધિત દરેક લોન માટે જુદા જુદા નિયમ છે. હોમ લોનમાં અલગ નિયમ, પર્સનલ લોનમાં અલગ નિયમ હોય છે. તેથી તમારે દરેક લોન માટે સમજવું પડશે.

હોમ લોનમાં શું નિયમ છે?
સામાન્ય રીતે જ્યારે પણ હોમ લોન લેવામાં આવે છે ત્યારે લોનના બદલમાં ઘરના કાગળો ગીરવી રાખવામાં આવે છે. એટલે કે ઘર ગીરવી મૂકવામાં આવતું હોય છે. હોમ લોનના કિસ્સામાં જ્યારે લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે કો - બોરોવર પર બધી જવાબદારી આવી જાય છે અથવા તો વ્યક્તિના વારસદાર પાસે લોન જમા કરાવવાની જવાબદારી હોય છે. જો તે લોન ચૂકવી શકે તો જ તેને જવાબદારી આપવામાં આવે છે.

આ સિવાય તેમને પ્રોપર્ટી વેંચવાનો અને લોન ચૂકવવાનો ઓપ્શન આપવામાં આવે છે. જો આવું ન થાય તો બેંક લોનની સામે રાખવામાં આવેલી મિલકતની હરાજી કરી નાખે છે અને તેમાંથી લોનની બાકી રકમ વસૂલ કરે છે. આ સિવાય ઘણી બેંકોએ નવો ઓપ્શન શરૂ કર્યો છે. બેંકમાં જ્યારે લોન આપવામાં આવે છે ત્યારે બેંક વીમો કરે છે અને જો વ્યક્તિ મૃત્યુ પામે તો બેંક લોનની બાકીની રકમ વીમા દ્વારા વસૂલ કરે છે. તેથી જ્યારે પણ તમે લોન લો ત્યારે તમે બેંકને આ વીમા વિશે પૂછી શકો છો.

પર્સનલ લોનમાં શું નિયમ છે?
પર્સનલ લોન સિક્યોર લોન નથી. જ્યારે પર્સનલ લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા વસૂલ કરી શકાતા નથી. તેમજ ઉપરના અધિકારીની પર્સનલ લોન સબંધિત કોઈ જવાબદારી નથી રહેતી. આ લોનમા વ્યક્તિના મૃત્યું સાથે લોન પણ સમાપ્ત થઈ જાય છે.

વાહન લોનમાં નિયમો શું છે?
વાહન લોન એક પ્રકારની સુરક્ષિત લોન છે. આવી સ્થિતમાં જો વ્યક્તિ મૃત્યુ પામે છે તો બેંક તેના પરિવારનાં સભ્યોને લોન ચૂકવવા માટે કહે છે. જો તે લોનની રકમ પરત ન કરે તો બેંક વાહન વેંચીને લોનની રકમ વસૂલ કરે છે. 

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા માટે khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને આ સાથે જ અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.