વાવાઝોડું શક્તિ દ્વારકાથી થોડું જ દૂર, સોમવારથી ગુજરાતમાં તબાહી મચાવશે

વાવાઝોડું શક્તિ દ્વારકાથી થોડું જ દૂર, સોમવારથી ગુજરાતમાં તબાહી મચાવશે

શક્તિ વાવાઝોડાંના પગલે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે પાંચમી ઓક્ટોબરે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી.

હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય છે. જેની અસર ગુજરાતના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે. રાજ્યના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી 820 કિમી દૂર અને ઓમાનથી 220 કિમી દૂર છે. જોકે, શક્તિ વાવાઝોડું આવતીકાલે એટલે છઠ્ઠી તારીખના રોજ ગુજરાત તરફ વળાંક લેશે.

જો કે અમુક સંભાવનાઓ અને તથ્યો નીચે આપેલા પ્રમાણે છે કે જેને અવગણી શકાય એમ નથી

ઉત્તર-પશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર ઉપરથી તીવ્ર ચક્રવાતી વાવાઝોડું શક્તિ છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે, 5 ઓક્ટોબરના રોજ 20.9°N અક્ષાંશ અને રેખાંશની નજીક, 61.3°E, રાસ અલ હદ્દ (ઓમાન) થી લગભગ 220 કિમી દક્ષિણપૂર્વમાં, મસીરાહ (ઓમાન) થી 250 કિમી પૂર્વમાં, કરાચી (પાકિસ્તાન) થી 750 કિમી દક્ષિણપશ્ચિમમાં, નલિયાથી 820 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને દ્વારકાથી 820 કિમી પશ્ચિમમાં કેન્દ્રિત છે.

6 ઓક્ટોબરની સવાર સુધી તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે નબળું પડશે. ત્યારબાદ, તે વળાંક લેશે અને પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને વધુ નબળું પડવાનું ચાલુ રાખશે.

આ સાથે જ હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, આ સાત દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. ગુજરાતમાં આ દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.