khissu

ફેરફાર/ 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર અસર થાય તે પહેલાં જાણી લો.

સમગ્ર દેશમાં 1 સપ્ટેમ્બર 2021 થી છ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા જીવન પર પડશે. એક બાજુ તમને આ નવા નિયમોથી રાહત થશે તો બીજી બાજુ જો તમે કેટલીક બાબતો પર ધ્યાન નહિ આપો તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણી લઈએ કે 1 સપ્ટેમ્બર 2021 થી ક્યાં ક્યાં ફેરફાર થવા જઈ રહ્યા છે?

1 સપ્ટેમ્બરથી બદલાશે ગેસ સિલિન્ડરનાં ભાવ:- તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. તેથી 1 સપ્ટેમ્બરથી દેશભરમાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. દરેક રાજ્યમાં ટેક્સ બદલાઈ છે અને LPG નાં ભાવ તે મુજબ બદલાય છે. LPG GAS સિલિન્ડરનાં ભાવ જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરી જાણી શકો છો. https://iocl.com/Products/IndaneGas.aspx આ વેબસાઈટ પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરનાં ભાવ જાણી શકો છો.

આ પણ વાંચો: પ્રાઇવેટ નોકરી, PF ખાતું, FD, વીમો તેમજ ITR સાથે જોડાયેલા 5 નિયમોમાં બદલાવ, જાણો શું નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા?

 

પોઝિટિવ પે સિસ્ટમ લાગુ:- જો તમે દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક એક્સિસ બેંકની ચેકબુકનો ઉપયોગ કરો છો તો તમારે આ માહિતી જાણવી જોઇએ. કારણ કે 1 સપ્ટેમ્બર 2021 થી એક્સિસ બેંકમાં ચેક ક્લીયરીંગ સિસ્ટમ બદલાઇ રહી છે. એક્સિસ બેંકે તેના કરોડો ગ્રાહકોને SMS દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. 1 સપ્ટેમ્બર થી ચેક ક્લિયર થયાના એક દિવસ પહેલા પોઝિટિવ પે ની વિગતો આપવી પડશે. જો તમે જાણકરી નહિ આપો તો તમારો ચેક પરત કરવામાં આવશે. જો ચેક જ ક્લીયર ન થાય તો નુકસાન તમારે સહન કરવુ પડી શકે છે.

આ પણ વાંચો: Axis Bank ના ગ્રાહકો માટે મોટાં સમાચાર: 1લી તારીખથી 'પોઝિટિવ પે સિસ્ટમ' લાગુ, જાણો 'પોઝિટિવ પે સિસ્ટમ' શું છે?

વ્યાજ દરમાં ઘટાડો કરશે આ બેંક:- જો તમે પંજાબ નેશનલ બેંક નાં ગ્રાહક છો, તો આ સમાચાર તમારાં માટે ખાસ છે. દેશની બીજા નંબરની મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકનાં ગ્રાહકોને આંચકો લાગવાનો છે. પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર થી બચત ખાતાઓના વ્યાજ દરમાં ફેરફાર કરશે. પંજાબ નેશનલ બેંક આવતા મહિને સેવિંગ ખાતામાં જમાં રકમ પર વ્યાજ દર ઘટાડવા જઈ રહી છે. PNB ની ઓફિસિયલ વેબસાઈટમાં આપેલી જાણકારી મુજબ બેંકનો નવો વ્યાજ દર વર્ષે 2.90 ટકા રહેશે. જે હાલ 3 ટકા પ્રતિ વર્ષ છે.

કારમાં એર બેગ ફરજિયાત થશે:- 1 સપ્ટેમ્બર થી મોટર કારનાં નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર એક નિયમ અમલમાં મૂકવાની છે. આ નિયમ મુજબ કારમાં સેફ્ટી માટે આપવામાં આવેલી એર બેગ વિશે છે. સરકારે 1 સપ્ટેમ્બર થી તમામ કારમાં એર બેગ ફરજિયાત કરી દીધી છે. એટલે કે કારમાં એર બેગની સુવિધા હોવી જરૂરી છે અને ત્યાર બાદ કાર ખરીદવામાં મુશ્કેલી પડશે. સરકારે જણાવ્યું છે કે 31 ઓગસ્ટ 2021 પછી આવી કોઈ કાર રજીસ્ટર થશે નહિ જેમાં આગળની બંને સીટ માટે એર બેગ નહિ હોય.

સપ્ટેમ્બર મહિનામાં ત્રીજી લહેર:- નેશનલ ઇન્સ્ટટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં કોરોના મહામારી ની ત્રીજી લહેર આવશે. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ વેવ બાળકો પર વધુ અસર કરશે તેનો કોઈ બાયોલોજીકલ પુરાવો મળ્યો નથી. સાથે જ રિપોર્ટમાં એવી સલાહ આપવામાં આવી છે કે ભલે કોરોનાનાં કેસ ઓછા દેખાતા હોય પરંતુ ત્રીજી લહેર ન આવે તે માટે તકેદારી જરૂરી છે.

પીએફ ખાતાધારકો માટે:- EPFO એ તેના ખાતા ધારકો માટે નિયમમાં ફેરફારો કર્યો છે. જેની સીધી અસર તમારા પર પડશે. EPFO નાં નવા નીયમ મુજબ દરેક ખાતા ધારક માટે PF એકાઉન્ટ ને આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ નિયમ 1 સપ્ટેમ્બર 2021 થી લાગુ કરવામાં આવશે. અગાઉ આ નિયમ 1 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. એટલે કે તમારે 31 ઓગસ્ટ સુધીમાં તમારા પીએફ એકાઉન્ટ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. જો તમે તમારું ખાતુ આધાર કાર્ડ સાથે લિંક નહિ કરો તો (ECR) ઇલેક્ટ્રોનિક ચલણ અને રિટર્ન ભરવામાં મુશ્કેલી થશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.