khissu

રીતિ રિવાજ : દીકરીઓના પરિવાર પાસેથી લેવામાં આવતા દહેજ પર વીડિયો વાઇરલ થયો, તમારા પણ રુંવાડા ઊભાં થઈ જશે આ વીડિયો જોઈને

આપણા દેશમાં દીકરીઓને ભણાવવી અને દીકરીઓને પણ દીકરા સમાન ગણવી વગેરે જેવી ઘણી બાબતો માટે જાગરૂકતા કાર્યક્રમો યોજાતા હોય છે. હજી પણ ઘણાં સમાજમાં જ્યારે માતા ગર્ભવતી હોય ત્યારે પરિવારને દીકરો આવે એવી જ લાલસા હોય છે. જો દીકરી આવી તો મોઢું પડી જાય છે અને દીકરો આવ્યો તો પેંડા વેંચાય છે. એટલું જ નહીં દીકરીઓને દિકરાઓને જેમ વધુ ભણાવતાં પણ નથી એવી માન્યતાઓ રાખે છે કે 'દીકરી તો પારકી થાપણ કહેવાય' એને ભણાવીને શુ કરશું એને તો પરણાવી દેવાની હોય.

આજે એવા સમાજને માથે દીકરીઓ એક બોજ સમાન છે ત્યારે એકવાર દીકરી તરફ તમે જોયું ખરાં કે તેને કેટલી મુશ્કેલી પડે છે ? ઉંમર થાય એટલે અજાણ્યાં ઘરમાં મોકલી દેવાય છે ? કેટલું સહન કરે છે પૂછ્યું ખરાં ? અરે ભગવાને તમારા ઘરે દીકરીનો જન્મ દઈને તમારા પર બોજ નથી આપ્યો ઉલ્ટાનો દીકરી પર બે-બે પરિવારનો બોજ આપ્યો છે.

તો બીજી બાજુ લગ્ન ઉપર દીકરીઓના પરિવાર પાસેથી સામેવાળાઓએ લેવામાં આવતો દહેજ દીકરીના પરિવારને સૌથી મોટો બોજ સમાન છે. ખરેખર આ પ્રથા બંધ થવી જ જોઈએ, આવા રીતિ રિવાજો બંધ થવા જ જોઈએ.

લગ્ન પર દિકરીવાળા પાસેથી લેવામાં આવતાં દહેજ અંગે જાગરૂકતા ફેલાવવા પાકિસ્તાનના ડિઝાઈનર અલી ઝીશાનને એક ફેશન શોમાં મૉડલ દ્વારા આ કહાની રજૂ કરવામાં આવી છે. જે તમે જોશો તો તમને પણ ઘણું દુઃખ લાગશે.

યુનાઇટેડ નેશન્સ વુમેન પાકિસ્તાન સાથે પાર્ટનરશિપમાં ડિઝાઈનર અલી ઝીશાને 'નુમાઈશ' નામથી આ કહાની રજૂ કરી છે જેને અલી ઝીશાન થિયેટર સ્ટુડિઓએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ કહાની વિશ્વભરમાં ખૂબ વાઇરલ થઈ રહી છે.

આ કહાનીમાં બતાવવામાં આવ્યું છેકે એક દીકરી જેની હજી લગ્નની ઉંમર પણ નથી થઈ તેના લગ્ન થયા હોય છે જેમાં લગ્ન પછી તેના  માતા પિતા એક ગાડું લઈને તેને ઊંચકવા આપે છે. આ ગાડામાં તેના માતા પિતા તેને દહેજનો સામાન ભરતા હોય તેવી ભાવાત્મક વાતાવરણ ઉભું કર્યું છે અને દીકરી તેના પતિ અને દહેજ ભરેલાં ગાડાને ઊંચકીને આંખમાંથી આસું સારતા સારતા થોડે સુધી ચાલે છે.

 

 

View this post on Instagram

 

 

 

 

A post shared by Ali Xeeshan (@alixeeshantheaterstudio)

અલી ઝીશાન સ્ટુડિયોએ આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, દહેજની સમસ્યાને કારણે પરિવારવાળા દીકરીને ભણાવવાની જગ્યાએ દહેજના પૈસા જમા કરે છે. જ્યારે છોકરીની શિક્ષા કરતા દહેજ વધારે જરૂરી ચીજ છે. હવે સમય આવી ગયો છે કે આ પરંપરા ખતમ કરી દેવામાં આવે.