khissu

8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ મામલે મોટા સમાચાર, જાણો ક્યાં સુધી લંબાવવામાં આવ્યું રાત્રી કરફ્યુ અને કોરોના અપડેટ...

ગુજરાત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કર્ફયુની મુદત 1 મહિના સુધી વધારવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર માં રાત્રી 12 થી સવારે 6 સુધી રહશે કરફ્યુ જાહેર કરવામા આવ્યું છે. રાજ્ય સરકારે આ મામલે પરિપત્ર પણ બહાર પાડ્યો છે

કોરોનાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના 8 શહેરોમાં તારીખ 10-10-2021ના રાત્રિના 12 કલાકથી તારીખ 10-11-2021ના સવારના 6 કલાક સુધી( દરરોજના 12.00 કલાકથી સવારના 6.00 કલાક સુધી) રાત્રિ કર્ફયુની અવધી લંબાવવામાં આવી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાંથી 4-ગ્રામ્યમાંથી 3 સાથે સૌથી વધુ 7, નવસારીમાંથી 4, અમદાવાદ-વલસાડમાંથી 3, ખેડામાંથી 2 જ્યારે વડોદરામાંથી 1 નવો કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,26,080 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ એક મૃત્યુ વલસાડમાં થયું હતું. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 10,085 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

જણાવી દઈએ કે દેશના તમામ રાજ્યોની સરખામણીમાં દક્ષિણ રાજ્ય કેરળમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12 હજાર 288 નવા કેસ નોંધાયા છે. જ્યારે 141 લોકો મૃત્યુ પામ્યા હતા, જે પછી રાજ્યમાં મૃત્યુઆંક 25 હજાર 952 થઈ ગયો છે. હવે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા એક લાખ 18 હજાર 744 છે. જ્યારે 46 હજાર 18 હજાર 408 લોકો સાજા થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં ગઈકાલે કોરોના વાયરસ રસીના 50 લાખ 17 હજાર 753 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીના ડોઝની સંખ્યા વધીને 93 કરોડ 17 લાખ 17 હજાર 191 થઈ ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 13 લાખ 85 હજાર 706 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગઈકાલ સુધી કુલ 58 કરોડ 43 હજાર 190 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.