હંમેશા મોંઘવારી ઘટાડવાનું વચન આપતી કેન્દ્ર સરકારની પોલ ખુલ્લી રહી છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થવાનું નામ નથી લઈ રહ્યો, તો બીજી બાજુ રસોડાના રાશનની સાથે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.
છેલ્લા 15 દિવસમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા નો વધારો થયો છે. એટલે કે હવે 1 લી સપ્ટેમ્બરે ફરી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ 18 ઓગસ્ટના રોજ પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
રાજધાની દિલ્હીમાં પણ 14.2 કિલો સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે.
1 જાન્યુઆરીથી સબસિડીવાળા એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર કુલ 190 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોલકાતામાં 14.2 કિલો સબસિડીવાળા સિલિન્ડરની કિંમત હવે 911 રૂપિયા, મુંબઈમાં 884.50 રૂપિયા અને ચેન્નઈમાં 900.50 રૂપિયા છે. એક અંદાજ મુજબ છેલ્લા સાત વર્ષમાં ઘરેલૂ એલપીજીની કિંમત બમણી થઈ ગઈ છે. ગેસ સિલિન્ડરના ભાવ દર મહિનાની શરૂઆતમાં નક્કી કરવામાં આવે છે. જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભાવ વધ્યા હતા.
આ વર્ષે મે અને જૂનમાં ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે હવે વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે.
ગુજરાતના દરેક જિલ્લામાં 1 સ્પ્ટેમ્બરથી 14.2 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરનાં ભાવ નીચે મુજબ રહેશે.
જિલ્લો | 17 ઓગસ્ટ 2021 | નવા ભાવ 2021 |
અમદાવાદ | 866.50 | 891.50 |
અમરેલી | 887.30 | 912.90 |
આણંદ | 878.60 | 904 |
ભરૂચ | 878.60 | 904 |
ભાવનગર | 867.40 | 892.40 |
બોટાદ | 877.80 | 903.10 |
છોટાઉદેપુર | 898.60 | 924.50 |
દાહોદ | 903.80 | 929.80 |
ગાંધીનગર | 880.40 | 905.80 |
જામનગર | 866.50 | 891.50 |
જુનાગઢ | 878.60 | 904 |
મહેસાણા | 880.40 | 905.80 |
મોરબી | 865.60 | 890.50 |
નવસારી | 842.20 | 866.50 |
પાલનપુર | 900.30 | 926.30 |
પાટણ | 900.30 | 926.30 |
પોરબંદર | 879.50 | 904.90 |
રાજકોટ | 854.4 | 879 |
રાજપીપળા | 866.50 | 891.50 |
સુરત | 839.60 | 863.90 |
સુરેન્દ્રનગર | 866.50 | 891.50 |
વેરાવળ | 880.40 | 905.80 |
નડિયાદ | 880.40 | 905.80 |
વડોદરા | 878.60 | 904 |
વલસાડ | 864.80 | 889.70 |
ખંભાળીયા | 878.60 | 904 |
હિંમતનગર | 902.90 | 928.90 |
ગોધરા | 890.80 | 916.50 |
ભુજ | 880.40 | 905.80 |
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.