નાના નગરો અને શહેરોમાં ચોરીની વધતી ઘટનાઓને જોતા હવે ઘણા લોકોએ તેમની રોકડ, ઘરેણાં અને અન્ય કિંમતી સામાન બેંક લોકરમાં રાખવાનું શરૂ કર્યું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બેંકમાં લૂંટ થાય કે ચોરી થાય તો તેની ભરપાઈ કોણ કરેશે. લોકોની આ સમસ્યા માટે RBI એ બુધવારે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
RBI એ શું કહ્યું?
આરબીઆઈએ કહ્યું કે જો ભૂકંપ, પૂર, વીજળી અને અન્ય કુદરતી આફતોને કારણે બેંકનું લોકર ક્ષતિગ્રસ્ત થાય છે, તો તેના કારણે થયેલા નુકસાન માટે બેંકને જવાબદાર ગણી શકાય નહીં. જો કે, બેન્કે તેની શાખામાં સ્થિત આ લોકર્સને બચાવવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવી પડશે.
બીજી બાજુ, જો બેંક કર્મચારીની કોઈ ભૂલ કે છેતરપિંડી, ચોરી કે લૂંટ, બેંકની ઇમારત ધરાશાયી થવી અને આગ વગેરેને કારણે લોકર ક્ષતિગ્રસ્ત થયું હોય તો બેંક તેની જવાબદારીમાંથી છટકી શકતી નથી. બેંકોએ આમાંના કોઈપણ કારણોસર ગ્રાહકોને થયેલા નુકસાનની ભરપાઈ કરવી પડશે.
બેંકને સો ગણું વળતર ચુકવવું પડશે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, જો ગ્રાહકોને નિશ્ચિત કારણોસર નુકશાન થાય છે, તો બેંકને તે લોકરના વાર્ષિક ભાડાની મહત્તમ સો ગણી ભરપાઈ કરવી પડશે. એટલે કે, એક લોકરનું વાર્ષિક ભાડુ 1000 રૂપિયા છે, પછી કુદરતી આફત સિવાયના કારણોસર લોકરનો નાશ થવાના કિસ્સામાં, બેન્કે તે ગ્રાહકને વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધી ચૂકવવા પડશે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેન્કોએ લોકર કરારમાં એક જોગવાઈનો સમાવેશ કરવો પડશે, જે અંતર્ગત લોકર ભાડે આપનાર વ્યક્તિ તેમાં કોઈ ગેરકાયદેસર કે ખતરનાક સામાન રાખી શકશે નહીં. બાદમાં, જો બેંકને આમાં કોઈ શંકા હોય, તો તેને યોગ્ય લાગશે તે કાર્યવાહી કરવાનો અધિકાર હશે. લોકર ફાળવણી અંગે બેંકોને વધુ પારદર્શક રહેવાનું કહેવામાં આવ્યું છે.
RBI એ કહ્યું કે બેંકોએ શાખા અનુસાર ખાલી લોકરનું લિસ્ટ બનાવવું પડશે. ઉપરાંત, તેઓએ લોકર ફાળવવાના હેતુ માટે કોર બેન્કિંગ સિસ્ટમ (સીબીએસ) અથવા સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક સાથે સુસંગત અન્ય કોઈ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમમાં તેમની માહિતી દાખલ કરવી પડશે.
નવી માર્ગદર્શિકા આવતા વર્ષે જાન્યુઆરીથી લાગુ થશે.
બેંકોએ લોકર ફાળવણીની તમામ અરજીઓ માટે સ્વીકૃતિ અથવા રસીદ આપવી પડશે. જો લોકર ખાલી ન હોય તો બેંકોએ ગ્રાહકોને વેઇટિંગ લિસ્ટનો નંબર આપવો પડશે. લોકરને લગતી સુધારેલી માર્ગદર્શિકા આવતા વર્ષે જાન્યુઆરીથી લાગુ થશે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.