khissu

બે દિવસ પછી આકરો ઉનાળો, પણ આજે ક્યાં જિલ્લામાં છે માવઠાની આગાહી?

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે દાહોદ અને અરવલ્લીમાં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા 13 અને 14 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

14 એપ્રિલની આગાહી
રવિવારે 14 એપ્રિલે સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ

15 એપ્રિલની આગાહી
સોમવાર, 15 એપ્રિલે માવઠાની સંભાવના નહિવત છે. જોકે, જો આવે તો સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર અને દાહોદમાં આગાહી છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

17 તારીખ બાદ ગરમી વધશે
કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે, 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 15 એપ્રિલથી રાજ્યમાં ભીષણ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાનો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયો છે.