Top Stories
khissu

મહિલાઓએ ખેતી કરી રચ્યો ઇતિહાસ, કરોડોની કરી કમાણી..

ભારતનાં ઝારખંડમાં આવેલ આતંકવાદવાળા વિસ્તાર હજારીબાગમાં મહિલાઓ માટે એક કંપની બનાવાઇ હતી જેનું નામ છે "ચર્ચુ નારી ઉર્જા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ" જ્યાં ફક્ત મહિલાઓ દ્વારા ખેતી કરવામાં આવે છે. આ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ હવે ખેતી કરીને આત્મનિર્ભર બની રહી છે. આ કંપનીમાં 2500 જેટલી મહિલા ખેડૂતો ખેતી કરે છે. કંપનીનું લક્ષ્ય હતું કે એકથી બે વર્ષમાં તમામ મહિલાઓ લખપતિ ખેડૂત બની જાય અને તેઓ આ લક્ષ્ય મેળવવામાં સફળ પણ થયા છે. આજે આ મહિલાઓ કરોડો રૂપિયાના શાકભાજીનું વેચાણ કરી રહી છે.

આ કંપનીના ચેરમેન સુમિત્રા દેવી છે. તેણે પોતે મેટ્રિક સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. જ્યારે તેણી કંપનીમાં જોડાઈ ત્યારે તેની આવક શૂન્ય હતી. પરંતુ, તે જૂથની સખત મહેનત અને ખંતના કારણે જ તેમનું નસીબ બદલાયું છે. તેણીનું કહેવું છે કે,"તેમણે તેની બે એકર જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું. એક એકરમાં તરબૂચ અને કોબી અને એક એકરમાં ડાંગરનું વાવેતર કર્યું હતું. આ માટે બજારની ઉપલબ્ધતા પણ સરળતાથી થઇ. e-NAM દ્વારા ફાર્મમાંથી જ અમારી કૃષિ પેદાશોનું વેચાણ કર્યુ. આમાંથી અમને લગભગ બે લાખ રૂપિયાની આવક થઈ. માત્ર ખેતીના આધારે મારા જેવી ઘણી સ્ત્રીઓનું જીવન બદલાઈ ગયું છે".

2440 મહિલાઓ સબસ્ક્રાઇબર
ડાયરેક્ટર લાલમુની મરાંડી કહે છે કે સૌથી મુશ્કેલ કામ મહિલાઓને કંપનીમાં પૈસા જમા કરાવવા માટે સમજાવવાનું હતું. પહેલા મહિલાઓ વિચારતી હતી કે આ બધું અમે અમારા પોતાના ફાયદા માટે કરીએ છીએ. પરંતુ, ધીરે ધીરે આ કંપનીમાં જોડાયેલી મહિલાઓ ખેતીમાં જોડાઈને ફાયદો કરવા લાગી. કંપની 6 જૂન, 2018 ના રોજ સામેલ કરવામાં આવી હતી, ત્યારથી અત્યાર સુધીમાં 2440 લોકોએ 1100 રૂપિયાનું યોગદાન આપ્યું છે. 18 લાખ કંપનીમાં જમા કરાવ્યા છે. અમારા જૂથની મહિલાઓને હવે ટ્રેક્ટર વાલી દીદી તરીકે ઓળખવામાં આવી રહી છે.