Top Stories

ગુજરાતના રેશનકાર્ડ ધરોકો અને ખેડૂતો ફાયદો અપાવતી ૭ મોટી માહિતી...લાભ લેવા આજે જ જાણો

૧) કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરતા જણાવ્યું છે કે સનેડો (મીની ટેકટર) સૌરાષ્ટ્રના ખેડૂતોનું હોટફેવરિટ વાહન છે એટલા માટે તેમની ખરીદી પર સહાય આપવામાં આવશે. ખેડૂતોને સનેડા દીઠ વધુમાં વધુ ૨૫ હજારની સબસિડી સહાય આપવામાં આવશે. કૃષિમંત્રીએ બીજી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોને હવે આઠ કલાક વિના કાપે વીજળી આપવામાં આવશે.

૨) ગુજરાતના ખેડૂતો માટે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ટ્રેક્ટરની સબસિડીમા વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 30થી 40 હોર્સપાવરનાં ટ્રેક્ટરને 45000 સબસીડી મળતી હતી જે હવે ૬૦ હજાર રૂપિયા મળશે. જ્યારે 40 હોર્સ પાવરથી વધારેના ટેકટરને ૬૫ હજારને બદલે 75 હજાર રૂપિયા સબસીડી મળશે.

3) મળતા અહેવાલો મુજબ પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને બે હજાર રૂપિયાનો 11 મો હપ્તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં મળી શકે છે.

4) જો તમે સેકન્ડ હેન્ડ વાહન ખરીદો છો, તો તમારે તેની RC 14 દિવસની અંદર ટ્રાન્સફર કરાવી લેવી પડે છે અને એ માટે તમારે RTOમાં એપ્લાય કરવાનું રહે છે. પરંતુ હવે ગાડીની RC ટ્રાન્સફર કરવા માટે નહીં ખાવા પડે RTOના ધક્કા, ઘરે બેઠા જ કરી શકશો ટ્રાન્સફર, M-પરિવહન વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરીને.

૫) રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે, પહેલાં 31 માર્ચ હતી જે હવે 30 જૂન 2022 કરવામાં આવી છે. જયારે Pm-kishan યોજના અંતર્ગત 2000નો 11 હપ્તો જોઈતો હોય તો Ekyc કરાવવું જરૂરી છે, જેમની છેલ્લી તારીખ 31 માર્ચ હતી જે હવે વધારીને 22 મેં 2022 કરવામા આવી છે.

૬) એપ્રિલ મહિનામાં રેશનકાર્ડ ધારકોને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 5 કિલો મફત અનાજ આપવામાં આવશે. જે અનાજ 30 સપ્ટેમ્બર 2022 સુધી મળતું રહેશે.

૭) આ વર્ષે કપાસ સફેદ સોનું સાબિત થયું છે. ઘર આંગણે 2200 રૂપિયાના ભાવે ખરીદી થઇ રહી છે, જો કે જે ખેડૂત ભાઈઓ પાસે સારી quality નો કપાસ છે એમને હજી રાહ જોવામાં ફાયદો છે. કેમ કે મણે 200-300 હજી વધવાની ફૂલ શકયતા છે.

આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ