khissu

વાતાવરણ માં પલટો આવતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી 7 મોટી આગાહી, જાણો કઈ તારીખે? આંધી વંટોળ સાથે

ઉનાળો શરૂ થયો ત્યારથી વારંવાર કમોસમી વરસાદ જોવા મળ્યો છે અને જેમની આગાહી અંબાલાલ કાકાએ કરી હતી જે વારંવાર સાચી પડી છે, ત્યારે ફરી અંબાલાલ કાકા એ જણાવ્યું છે કે મેં મહિનાની અંદર વાતાવરણ કેવું રહેશે?

1) મે મહિનો પ્રીમોન્સૂન એક્ટિવિટી વાળો રહેશે.

2) આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને 3 મે સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

3) મે મહિનામાં ઘણા ભાગોમાં ભારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 2મેથી 8 મે અને 15મેથી 20 મે વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. અમુક ભાગોમાં આંધી વંટોળ સાથે પણ વધુ વરસાદ થઈ શકે છે.

4) ઉપરાંત 25 મેથી જૂનની શરૂઆતમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતાઓ રહેશે.

5) મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે.જેના કારણે ચક્રવાત ઉભા થવાની શક્યતાઓ રહેશે. મે માસમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. દક્ષિણ ભારતમાં ચક્રવાતના લીધે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 

6) પ્રિ-મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ અને ગાજવીજ સાથે રહેશે. પરંતુ મે મહિનામાં ક્યારેક ગરમી અને ક્યારેક વરસાદ થતાં હવામાનમાં પલટો આવશે. આથી ગરમી એકધારી ન રહે.

7) ચોમાસાનો પ્રારંભ માં સારો વરસાદ થશે, 10 જૂન અને 15થી 30 જૂન આસપાસ સારો વરસાદ થવાની શક્યતાઓ છે. - મીડિયા અહેવાલ અનુસાર આગાહી