khissu

બોલો લ્યો... મુકેશકાકા ના એકદાવ થી બધી કંપનીનો પરસેવો છૂટી ગયો, 75 રૂપિયાનો પ્લાન લાવ્યા

મુકેશ અંબાણીના એક પગલાએ એરટેલ અને વોડાફોન આઈડિયાને હરાવ્યા. જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જોશો, તો તમને એક એવો પ્લાન મળશે જે માત્ર રૂ. 75માં 23 દિવસ માટે સેવા આપે છે. 

Jioનો આ પ્લાન 23 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 2.5 GB હાઇ સ્પીડ ડેટા મળે છે, જેમાં દરરોજ 100 MB ડેટા મળે છે અને 200 MB ડેટા અલગથી મળે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. તેનો અર્થ એ કે તમે કોઈપણ નેટવર્ક પર 23 દિવસ સુધી કોઈપણ પ્રતિબંધ વિના તમે ઈચ્છો તેટલું કૉલિંગ કરી શકો છો. આ ઉપરાંત યુઝર્સને કુલ 50 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. 

Jioના આ પ્લાનમાં યુઝર્સને Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. પરંતુ, ધ્યાનમાં રાખો કે આ પ્લાન ફક્ત JioPhone યુઝર્સ માટે છે.