Top Stories
khissu

બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, જાણો એક વર્ષમાં કેટલી રકમ ઉપાડી શકાય?

Bank Transaction:  જો તમારું ખાતું બેન્કમાં હોય તો તમારે જાણવું જોઈએ કે ટેક્સ ભર્યા વિના એક વર્ષમાં કેટલી રકમ ઉપાડી શકાય છે. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર ફી ભરવાનો નિયમ માત્ર એટીએમ વ્યવહારો પર જ લાગુ નથી થતો, પરંતુ આવો જ નિયમ બેંકમાંથી પૈસા ઉપાડવા માટે પણ લાગુ પડે છે.

કેટલી રોકડ ઉપાડી શકાય છે

લોકોને લાગે છે કે તેઓ તેમના બેંક ખાતામાંથી ગમે તેટલી રોકડ મફતમાં ઉપાડી શકે છે. પરંતુ આવકવેરા કાયદાની કલમ 194N હેઠળ, જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જો કે, આ નિયમ ફક્ત તે લોકો માટે છે જેમણે સતત 3 વર્ષથી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યું નથી. આવા લોકોએ કોઈપણ બેંક, સહકારી અથવા પોસ્ટ ઓફિસમાંથી 20 લાખ રૂપિયાથી વધુ ઉપાડવા પર TDS ચૂકવવો પડશે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓને રાહત

જો કે, ITR ફાઇલ કરનારાઓને આ નિયમ હેઠળ વધુ રાહત મળે છે. આવા ગ્રાહકો TDS ચૂકવ્યા વિના બેંક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી બેંક ખાતામાંથી નાણાકીય વર્ષમાં 1 કરોડ રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકે છે.

કેટલો TDS ચૂકવવો પડશે?

આ નિયમ હેઠળ જો તમે તમારા બેંક ખાતામાંથી 1 કરોડ રૂપિયાથી વધુ ઉપાડો છો, તો 2 ટકાના દરે TDS કાપવામાં આવશે. જો તમે છેલ્લા ત્રણ વર્ષથી સતત ITR ફાઈલ નથી કર્યું, તો તમારે 20 લાખ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર 2 ટકા TDS અને 1 કરોડ રૂપિયાથી વધુની ઉપાડ પર 5 ટકા TDS ચૂકવવો પડશે.

એટીએમ ટ્રાન્ઝેક્શન પર પહેલેથી જ ચાર્જ છે

બેંકો એટીએમમાંથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર ફી વસૂલે છે. RBIએ 1 જાન્યુઆરી 2022 થી ATMમાંથી રોકડ ઉપાડવા માટે સર્વિસ ચાર્જ વધાર્યો હતો. હવે બેંકો નિર્ધારિત મર્યાદાથી વધુના વ્યવહારો માટે 21 રૂપિયા ચાર્જ કરી રહી છે. 

અગાઉ આ માટે 20 રૂપિયા ચૂકવવા પડતા હતા. મોટાભાગની બેંકો તેમના એટીએમમાંથી દર મહિને પાંચ મફત ટ્રાન્જેક્શન ઓફર કરે છે. આ સિવાય અન્ય બેંકોના એટીએમમાંથી પણ ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી છે. જો કે મેટ્રો શહેરોમાં, તમે તમારી પોતાની બેંકમાંથી મફતમાં ફક્ત ત્રણ વખત પૈસા ઉપાડી શકો છો.