Top Stories
khissu

શું તમે ક્યારેય પર્પલ, પીળી કે લીલા કલરની કોબી જોઈ છે?

છેલ્લા કેટલાક વર્ષોથી એક શાકભાજી ઘણી લોકપ્રીય બની છે. બટાકાની જેમ, કોબીજ લગભગ દરેક રીતે રાંધી શકાય છે. તે માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ નથી, પણ ફૂલકોબીના સ્વાસ્થ્ય લાભો પણ છે. તમે ઘરે પ્રખ્યાત કોબીજના પરાઠા બનાવી શકો છો. તે સ્વાદિષ્ટ પરાઠા તમારો મનપસંદ નાસ્તો બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ખોરાકને સ્વાદિષ્ટ બનાવતી કોબીજ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદાકારક છે.

આજકાલ લોકો પોતાની ડાયટને લઇને ઘણા કોન્શિયસ થઇ રહ્યા છે. આ ડાયટમાં પોષકતત્વોથી ભરપૂર શાકભાજી અને ફળોનો ખાસ સમાવેશ થતો હોય છે. તો આજે આપણે એવી જ એક પોષકતત્વોથી ભરપૂર શાકભાજી વિશે જાણવાના છીએ. જેનું નામ છે ફૂલકોબી(ફ્લાવર). જેના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ શાકભાજી ખાવાથી ફાયદો તો થાય જ છે સાથે સાથે તેનાથી પૈસા પણ કમાવામાં છે. જી હાં! ફૂલકોબીની ખેતી હવે ખેડૂતો માટે લાખોની કમાણીનું સાધન બની ગયું છે.

 

આકર્ષક તથા ફાયદાકારક ફૂલકોબી 
સામાન્ય રીતે તમે સફેદ ફૂલકોબી જોઇ હશે, પરંતુ આજે બજારમાં અલગ-અલગ બિયારણોની શોધનાં પરિણામે રંગબેરંગી ફૂલકોબી જોવા મળી રહી છે. વિટામીનથી ભરપૂર ફૂલકોબી હવે સફેદ, ગુલાબી તથા પીળા જેવા અલગ-અલગ રંગોમાં ઉપ્લબ્ધ છે. ફૂલકોબી જોવામાં તો આકર્ષક છે જ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝિંક છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. ફૂલકોબીમાં ફાયટોકેમિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ પણ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

રંગબેરંગી ફૂલકોબીની ખેતી
મધ્યપ્રદેશના બદનવરના એક ખેડૂત દ્વારકા પ્રસાદ અને તેમના ભાઈ મનોજ પાટીદારે રંગબેરંગી ફૂલકોબીનો પાક ઉગાડ્યો હતો. તેમની પાસે 12 એકર જેટલી જમીન છે. તેઓએ 1 એકરમાં વાયોલેટ અને પીળી ફૂલકોબીનું ઉત્પાદન કર્યું હતું. ખેડૂત દ્વારકા પ્રસાદ જણાવે છે કે, આ ખેતી સામાન્ય ફૂલકોબી જેવી જ છે. આ એક નવો પાક હોવાથી દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેથી, તેની કિંમત સામાન્ય ફૂલકોબી કરતાં વધુ હોવાની શક્યતા છે. 1 એકરમાં આશરે 25-30 ક્વિન્ટલ ઉત્પાદન થવાની સંભાવના છે. માટે સ્પષ્ટ છે કે આ રંગબેરંગી ફૂલકોબીની ખેતીથી લાખો રૂપિયાની આવક થશે.