khissu

કોઇ વ્યક્તિ એકથી વધુ પાન કાર્ડ મેળવી શકે ખરું? જાણો અહીં તમામ ડિટેઇલ્સ

જો તમારી પાસે એકથી વધુ પાન કાર્ડ છે અથવા તો તમે બીજું પાન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો. તો તમારે આવું કંઈ કરતા પહેલા પાન કાર્ડ સાથે જોડાયેલી તમામ બાબતો જાણી લેવી જોઈએ. એક વ્યક્તિ એકથી વધુ પાન કાર્ડ ન રાખી શકે. જો કોઈ વ્યક્તિને PAN ફાળવવામાં આવે છે, તો તે બીજું PAN મેળવવા માટે અરજી કરી શકશે નહીં. જો આ જોવા મળે તો તમને દંડ થઈ શકે છે.

આ પણ વાંચો: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, નવલી નવરાત્રિનાં રંગમાં ભંગ પાડશે પણ વરસાદ.

આવકવેરા અધિનિયમ 1961ની કલમ 139A હેઠળ, વ્યક્તિ ફક્ત એક જ પાન કાર્ડ રાખી શકે છે. ઈન્કમ ટેક્સ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ અનુસાર, એકથી વધુ PAN રાખવા પર ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 272B હેઠળ રૂ. 10,000/-નો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને એક કરતાં વધુ પાન ફાળવવામાં આવ્યા હોય, તો તેણે તાત્કાલિક વધારાનું પાન કાર્ડ સરેન્ડર કરવું જોઈએ.

વધારાના PAN કેવી રીતે સરન્ડર કરવું
ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સરન્ડર કરવા માટે વધારાના PAN અરજી કરી શકાય છે. ઓનલાઈન સરન્ડર કરવા માટે ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જાઓ અને 'સરેન્ડર ડુપ્લિકેટ PAN' વિકલ્પ પર ક્લિક કરો. અહીં ડુપ્લિકેટ પાન નંબર સાથે તમારી અંગત વિગતો ભરો. તે પછી સબમિટ બટન દબાવો.

PAN ઑફલાઇન સરન્ડર કરવા માટે, તમારે તમારા આવકવેરા મૂલ્યાંકન અધિકારીને એક પત્ર લખવો પડશે. આમાં તમારી અંગત વિગતો, પાન કાર્ડ નંબર અને ડુપ્લિકેટ પાન કાર્ડની વિગતો રાખવાની માહિતી આપવાની રહેશે. તમે પોસ્ટ દ્વારા અથવા તમારી નજીકની આવકવેરા કચેરીમાં તેને જાતે સબમિટ કરીને સ્વીકૃતિ મેળવી શકો છો. સ્વીકૃતિ એ સાબિતી છે કે તમારું ડુપ્લિકેટ પાન કાર્ડ રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સોલાર ફેન્સિંગ સહાય યોજના: 15 હજાર ની મળશે સબસિડી, જાણો પૂરી વિગત

જો તમારું PAN કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું
જો જૂનો PAN ખોવાઈ ગયો હોય, તો નવેસરથી બીજો PAN મેળવવાને બદલે, ડુપ્લિકેટ PAN મેળવો. જો તમને તમારો PAN નંબર યાદ નથી, તો આવકવેરા વિભાગની વેબસાઈટ પર જઈને “Know Your PAN” દ્વારા PAN ની માહિતી મેળવી શકાય છે. આમાં નામ, પિતાનું નામ અને જન્મ તારીખ આપીને PAN ની માહિતી મેળવી શકાય છે. એકવાર PAN ની માહિતી પ્રાપ્ત થયા પછી, ડુપ્લિકેટ PAN માટે અરજી કરી શકાય છે.