Top Stories
khissu

સોલાર ફેન્સિંગ સહાય યોજના: 15 હજાર ની મળશે સબસિડી, જાણો પૂરી વિગત

ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર તેમજ કેંદ્ર સરકાર અવનવી યોજનાઓ બહાર પડતી રહે છે. જેમાં આઇ ખેડુત પોર્ટલ પર મત્સ્ય યોજનાઓ, બાગાયતી યોજનાઓ ખેતીવાડી યોજનાઓ વગેરે યોજનાઓ ગૂજરાત સરકાર બહાર પાડતી રહે છે. જેમાં ગુજરાત સરકારે હાલ એક યોજના બહાર પાડી છે જેની સંપુર્ણ માહિતી જાણીશું.

યોજનાનું નામ : સોલાર તાર ફેન્સીંગ સહાય યોજના

યોજનાનો હેતુ: રાજ્યમા ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવા, પાકની ફેરબદલી કરવા, પાકના સંરક્ષણ માટે સોલાર ફેંસિંગ માટે સબસિડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

યોજનાની પાત્રતા: 
રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય, તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહિ.
ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
ખેતીવાડી વિભાગ દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. જેથી તેની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
આ સહાય કીટ માટે 10 (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.

મળવાપાત્ર સહાય: 
સોલાર પાવર યુનિટ તથા કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
રેશનકાર્ડ
બેંક પાસબુક
મોબાઈલ નંબર
7/12 અને 8 અ ની નકલ

ફોર્મ ક્યાં ભરી શકશો
https://ikhedut.gujarat.gov.in/
તમે ઘર બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો. આ લિંક પર ક્લિક કરીને મોબાઈલ અથવા કમ્પ્યુટરની મદદથી ફોર્મ ભરી શકશો