આજ તારીખ 06/12/2021, સોમવાર અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ડુંગળીનાં ભાવ ઘટવા લાગ્યાં છે. ગુજરાતમાં નવી લાલ ડુંગળીની આવકો વધવા લાગી છે અનેગોંડલ-રાજકોટ સહિતનાં પીઠા ઓમાં આવકો સારી થાય છે, જેનેપગલેભાવ ઘટીને રૂ.૧૦૦થી ૨૦૦ સુધી પ્રતિ મણનાં બોલાય છે. અમુક સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવ જ રૂ.૪૦૦ સુધી બોલાય છે, પરંતુ એવી આવકો પણ હવેઓછી થાય છે. બિયારણ ક્વોલિટીની હોય તો ઊંચા ભાવ બોલાય રહ્યાં છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર ભાવ વધુઘટેતેવી સંભાવનાંછે. નવી લાલ ડુંગળીની આવકો હવે વધતી જશે. નાશીકમાં પણ બજારો ડાઉન છે. જો નીચા ભાવથી નિકાસ વેપારો થાય તો જ બજારને ટેકો મળી શકે તેમ છે, એ સિવાય ભાવ સરેરાશ અથડાયા કરે તેવી ધારણાં છે. હવે ડુંગળીમાં સુધારો થાય તેવા હાલ કોઈસંકેત દેખાતા નથી.
ગુજરાતમાંથી મગફળીની ટેકાનાં ભાવથી ખરીદીનો સાવ ફિયાસ્કો થઈ ગયો છે. ગુજરાતમાં મગફળીનાંપાક ધારણાંથી ઓછો અનેભાવ ઊંચા હોવાથી ખેડૂતોએ સરકારને મગફળી આપવાને બદલે ખુલ્લા બજારમાં જ વેચાણ કરવું વધારે પસંદ કર્યું છે,જેને પગલે છેલ્લા એક મહિનામાં ગુજરાતમાંથી મગફળીની ટેકાના ભાવ માત્ર ૨૭૫૪૪ ટનની ખરદી થઈ છે. ગુજરાત સરકારનાં પૂરવઠા
નિગમનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ચોથી ડિસેમ્બર સુધીમાં ૨૭,૫૪૪ ટનની ખરીદી છે જેમાં સૌથી વધુખરીદી રાજકોટ જિલ્લામાંથી ૬૩૫૯.૪૬ ટનની થઈ છે. જ્યારે ગીરસોમનાથ જિલ્લામાંથી
૩૯૪૧.૭૯ ટનની ખરીદી થઈ છે. જૂનાગઢ જિલ્લામાંથી ૨૪૬૭.૩૫ ટનની થઈ છે.
ઘઉં બજારમાં ભાવ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં છે અને નવી સિઝન સુધી ઊંચા રહે તેવી ધારણાં છે. વૈશ્વિક બજારમાં ઘઉંનાં ભાવ નવ વર્ષની ઊંચી સપાટી પર સ્ટેબલ છે. ભારતીય ઘઉંની નિકાસ માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. ખેડૂત મિત્રોએ પોતાની પાસે બિયારણનો વપરાશ કર્યં બાદ જે ઘઉં પડ્યાં હોય તે હવેથોડું-થોડું વેચાણ કરી દેવુંજોઈએ, જેથી સરેરાશ ઘઉંની બજારમાં આગળ ઉપર નવી સિઝન શરૂ થાય ત્યારેભાવ ઘટેતો પણ તેની અસર થાય નહીં. ઘઉંનાં વેપારીઓ કહેછે કે નવી સિઝન સુધી ભાવ મજબૂત રહે તેવી ધારણાં છે. વૈશ્વિક બજારો તુટેતો જ સ્થાનિક બજારમાં ઘટાડો આવશે, એ સિવાય ખાસ કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી. હાલ દેશમાં ખુલ્લા બજારમાં વેચવાલી ઓછી છે અને નિકાસ વેપારો ખૂબ જ સારા થઈ રહ્યાં છે. ડિસેમ્બર-જાન્યુઆરી મહિના દરમિયાન આશરે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થાય તેવી સંભાવનાં છે
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1510 | 1760 |
ઘઉં લોકવન | 404 | 426 |
ઘઉં ટુકડા | 415 | 492 |
જુવાર સફેદ | 362 | 605 |
બાજરી | 295 | 418 |
તુવેર | 1080 | 1250 |
ચણા પીળા | 751 | 1000 |
અડદ | 950 | 1475 |
મગ | 1000 | 1424 |
વાલ દેશી | 825 | 1245 |
ચોળી | 925 | 1321 |
કળથી | 650 | 845 |
એરંડા | 1010 | 1280 |
અજમો | 1525 | 2145 |
સુવા | 875 | 1105 |
કાળા તલ | 2080 | 2750 |
ધાણા | 1250 | 1650 |
જીરું | 2800 | 3015 |
ઇસબગુલ | 1625 | 2285 |
રજકાનું બી | 3500 | 4800 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1500 | 1672 |
ઘઉં લોકવન | 380 | 422 |
ઘઉં ટુકડા | 400 | 425 |
ચણા | 700 | 915 |
અડદ | 700 | 1517 |
તુવેર | 900 | 1161 |
તલ | 1850 | 2148 |
જીરું | 2500 | 3120 |
ધાણા | 1450 | 1615 |
સોયાબીન | 1100 | 1422 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1001 | 1761 |
ઘઉં | 404 | 448 |
જીરું | 2101 | 3081 |
તલ | 1476 | 2221 |
ચણા | 700 | 946 |
મગફળી ઝીણી | 850 | 1206 |
મગફળી જાડી | 775 | 1231 |
ડુંગળી | 91 | 441 |
સોયાબીન | 1091 | 1376 |
ધાણા | 900 | 1571 |
તુવેર | 751 | 1231 |
મગ | 726 | 1381 |
ઘઉં ટુકડા | 406 | 524 |
શીંગ ફાડા | 951 | 1491 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 900 | 1765 |
ઘઉં | 388 | 445 |
જીરું | 2240 | 3180 |
તલ | 1200 | 2305 |
ચણા | 650 | 980 |
જુવાર | 259 | 357 |
સોયાબીન | 1252 | 1341 |
ધાણા | 1295 | 1531 |
તુવેર | 730 | 1150 |
અડદ | 755 | 1400 |