Top Stories
khissu

આજથી નક્ષત્ર બદલાયું / જાણો ક્યું નક્ષત્ર, કેટલો વરસાદ, કયું વાહન, કેટલા દિવસ ચાલશે?

નક્ષત્રો જોગ વરસાદ?
પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પછી આજથી (2 ઓગસ્ટથી) આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ છે. આજે રાત્રે 3 કલાકને 42 મિનિટે સૂર્યનું ભ્રમણ આશ્લેષ નક્ષત્રમાં થયું છે. આશ્લેષા નક્ષત્ર 15 ઓગસ્ટ 2021 સુધી ચાલુ રહેશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોય છે એટલે આશ્લેષા નક્ષત્રમાં પવન સાથે સારો વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.

છેલ્લે પુષ્પ નક્ષત્રમાં રેડા ઝાપટાંથી લઈને મધ્યમથી-ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળ્યો હતો. જોકે, નક્ષત્રનાં છેલ્લાં દિવસોમાં માત્ર વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ કોઈપણ વિસ્તારોમાં જોવા મળ્યો ન હતો. જ્યારે હાલમાં ચાલું થયેલ નક્ષત્રમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન ખગોળશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. મિત્રો 16 ઓગસ્ટ 2021 થી મઘા નક્ષત્રની શરૂઆત થશે.

હવામાન વિભાગની આગાહી?
હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે હજી સારા વધારા માટે રાહ જોવી પડશે. 3-4-5 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદ માહોલ સર્જાવા છતાં પણ ૩૦ થી ૩૫ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે.

પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અગામી ૪-૫ તારીખ પછી વાતાવરણમા સુધારો જોવા મળશે અને બધી બાજુ સામાન્ય હળવો વરસાદ ચાલુ થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે.

Skymet ખાનગી સંસ્થા ની આગાહી?
ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં સામાન્ય વરસાદ જોવા મળશે જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ જોવા મળશે. ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.