Top Stories
khissu

બેંકના નિયમો અનુસાર પાંચમા શનિવારે બેંક ખુલી રહેશે કે બંધ?

બેંક ના નિયમો અનુસાર, તમામ બેંકો રવિવાર, બીજા અને ચોથા શનિવાર અને રાષ્ટ્રીય અને સ્થાનિક રજાના દિવસે બંધ રહે છે. જો કે, આ મહિનામાં પાંચ શનિવાર છે તો આ પાંચમા શનિવારે બેંક ખુલ્લી રહશે કે બંધ?

RBI આખા વર્ષ માટે બેંકની રજાઓ નક્કી કરે છે. બેંક ની રજાઓ સહકારી, ગ્રામીણ, પ્રાદેશિક, જાહેર અને ખાનગી બેંકો જેવી તમામ બેંકોને લાગુ પડે છે.

શું 29મી જૂને બેંકમાં રજા છે?

29મી જૂન 2024 ના રોજ મોટાભાગના સ્થળોએ બેંક રજા નથી કારણ કે તે આ મહિનાનો પાંચમો શનિવાર છે.

જો કે, નોંધનીય છે કે નાગાલેન્ડના કોહિમામાં આવતીકાલે બેંકો બંધ રહેવાની છે. નાગાલેન્ડ રાજ્યમાં મ્યુનિસિપલ અને કાઉન્સિલની ચૂંટણી માટે મતદાનના દિવસે બેંકો બંધ રહેશે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

જોકે રજાના દિવસે ATM ચાલુ રહેશે અને આ રજાઓ દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓ કાર્યરત રહેશે.

ડિજિટલ બેંકિંગ દ્વારા નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો કરી શકશે. બેન્કિંગ વ્યવહાર નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સએપ બેન્કિંગ દ્વારા કરી શકાય છે.