khissu

પ્રાચીન આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં વરસાદ ભરપૂર, જાણો શું છે આગાહી?

વરસાદના નવા રાઉન્ડની શરૂઆત શનિવારથી ધીમીધારે થઈ છે. જ્યારે આદ્રા નક્ષત્રની શરૂઆત પણ સારા વરસાદથી થઈ છે જે નક્ષત્ર જણાવે છે કે ચોમાસું સારું રહેશે. જો કે હજી ગુજરાતમાં ચોમાસુ પહોંચ્યું નથી, તેમ છતાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવી રહ્યો છે.

હાલમાં ક્યું નક્ષત્ર ચાલુ છે?
હાલમાં આદ્રા નક્ષત્ર ચાલુ છે. આદરા નક્ષત્રનું વાહન ઘેટું છે. આ નક્ષત્ર પાંચ જુલાઈ 2023 સુધી ચાલશે. આ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. ગુજરાતમાં બાકી રહેલ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પૂરે પૂરી શક્યતા રહેલી છે. 

આદ્રા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે આદ્રા વર્ષે તો બારેમાસ કરે પાદરા. એટલે કે આ એક નક્ષત્રમાં સારો વરસાદ પડી જાય તો તે પછીના 12 મહિના સારા નીકળે છે. પ્રાચીન આગાહીઓ પ્રમાણે એવું પણ કહેવાય છે કે આ નક્ષત્રમાં વરસાદ જોવા મળે તો તે પછીના પુનર્વસુ, આશ્લેષા, પુષ્પા, નક્ષત્રમાં વરસાદ જોવા મળતો હોય છે. 

આ નક્ષત્રમાં વરસાદ આગાહી?
વેધર મોડલ મુજબ આ નક્ષત્રમાં જૂન મહિનાના બાકી રહેલ દિવસો અને જુલાઈ મહિનાના પેહલા સાત દિવસ ભારે વરસાદના સંજોગો જણાઈ થયા છે. હાલમાં બનેલ લો પ્રેશર સિસ્ટમ ની ભારે અસર ગુજરાતમાં જોવા મળશે.