khissu

પ્રાચીન વર્ષા વિજ્ઞાનની આગાહી મુજબ જાણો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કઈ તારીખે કેટલો વરસાદ પડશે? પૂર્વાનુમાન અને આગોતરું આયોજન

નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને ઉનાળાની સીઝન પૂર્ણ થવા આવી રહી છે અને હવે ચોમાસાના પડખમ ભાગી રહ્યા છે. ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ઉનાળુ કામો પણ પૂર્ણ કરી દીધા છે અને હવે ચોમાસુ ક્યારે શરૂ થશે તેમની રાહ જોઈ રહ્યા છે કેમકે ચોમાસાને લઈને ખેડૂતોને આગોતરું આયોજન કરવું છે.

ખેડૂત ભાઈઓને ખેતીના આગોતરો આયોજન કરવા માટે કઈ તારીખે વાવણી થશે, ચોમાસા દરમિયાન કેટલો વરસાદ પડશે, કયા મહિનામાં કેટલો વરસાદ પડશે તેમની થોડી ઘણી માહિતીની જરૂર પડતી હોય છે. તો આજના આ આર્ટિકલમાં આપણે જાણીશું કે વર્ષ 2023 નું ચોમાસું કેવું રહેશે અને ચોમાસાના ચાર મહિનામાં કઈ તારીખ માં કેટલો વરસાદ પડશે.

વર્ષ 2023 નું ચોમાસું કેવું રહેશે તેમને લઈને બે રીતે આગાહીઓ થતી હોય છે. એક પ્રાચીન વર્ષા વિજ્ઞાનને આધારે; જે લાંબા ગાળાની આગાહીઓ હોય છે અને એક વૈજ્ઞાનિક મોડલો દ્વારા; જે ટૂંકા ગાળાની અને સચોટ આગાહી હોય છે. તેમ છતાં ઘણી વખત પ્રાચીન વર્ષા વિજ્ઞાને આધારે કરવામાં આવતી આગાહીઓ ઘણી બધી સચોટ સાબિત ઠારતી હોય છે.

જૂન મહિનામાં કેટલો વરસાદ પડશે? કઈ તારીખે?
સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન પછી થતી હોય છે અને એ પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ કોઈ-કોઈ ભાગોની અંદર પડતો હોય છે. હવે પ્રાચીન વર્ષા વિજ્ઞાની આગાહી મુજબ 2 થી લઈને 8 જૂન વચ્ચે સામાન્ય વરસાદ પડશે. જ્યારે 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે સારો વરસાદ પડશે. 23થી લઇને 27 જૂન વચ્ચે ખૂબ સારો વરસાદ પડશે. 

જુલાઈ મહિનામાં કેટલો વરસાદ પડશે? સામાન્ય રીતે પહેલી જુલાઈ સુધીમાં ગુજરાતના દરેક ભાગોમાં વાવણીનો વરસાદ થઈ જતો હોય છે. ત્યારે 4 થી લઇને 11 જુલાઈ વચ્ચે મધ્યમ વરસાદની આગાહી છે. તો 14 થી લઈ 20 માં સારો વરસાદ લખ્યો છે. જ્યારે 24 થી 29 માં ખૂબ સારો વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. 

ઓગસ્ટ મહિનામાં વરસાદની સંભાવના કેટલી? 2થી 6 ઓગસ્ટમાં મધ્યમ વરસાદની આગાહી, 12થી 19 ઓગસ્ટમાં મધ્યમ વરસાદની આગાહી, 26થી 29માં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવે જાણી લઈએ કે સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ પડશે?  જોકે સારા વરસાદ માટે ચોમાસાનો છેલ્લો મહિનો સપ્ટેમ્બર મહિનો ગણવામાં આવતો હોય છે ત્યાર પછી ધીમે ધીમે વરસાદ વિરામ લેતો હોય છે. 1 થી 10 સપ્ટેમ્બર વચ્ચે સારા વરસાદની આગાહી. 12 થી 16 માં સારો વરસાદ. જ્યારે તારીખ 24 થી 29 માં મધ્યમ વરસાદની આગાહી છે. 

ઓક્ટોબર મહિનાની અંદર વરસાદની આગાહી:- 1થી લઇને 4 ઓક્ટોબર વચ્ચે સારા વરસાદની આગાહી. 8 થી 12 માં મધ્યમ આગાહી. જ્યારે 16-21 માં મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

હવે ખેડૂત મિત્રો આપને પ્રશ્ન થતો હશે કે આ ઉપર જણાવેલ આગાહી કોની છે અને તે કેવી રીતે આગાહી કરી છે? તો ઉપર જણાવેલ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની આગાહી જે વેધર ગ્રુપ સબસે તેજ (Weather Group sub se tez) દ્વારા કરવામાં આવી છે. મિત્રો છેલ્લા વર્ષે પણ આ whatsapp ગ્રુપ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અને એવું કહેવાય છે કે ઘણા બધા અંશે તેમની આગાહી સાચી ઠરી હતી. 

તે કેવી રીતે આગાહી કરે છે? સોશિયલ મીડિયાના અહેવાલોમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાયના દાણા ઉપર પરયોગો કરી અને તે આગાહી કરે છે જેમને ધ્યાનમાં રાખી અને આવનાર વર્ષ કેવું થશે તે જણાવે છે. 

નોંધ- અહીં ઉપર મહિના વાઇસ જણાવવામાં આવેલી આગાહી રાયના દાણા ઉપર થયેલ પ્રયોગોની વેધર ગ્રુપ સબસે તેજની છે. જેમની આગાહી વર્ષ 2022માં ઘણી સાચી સાબિત થઈ હતી. પરંતુ આ વર્ષે વર્ષ 2023માં કેટલી સાચી સાબિત થાય તે ચોમાસું આવતા જોવાનું રહેશે. ખેડૂતોએ ખેતીના કામો માટે, વરસાદ માટે અને વાવાઝોડાની અપડેટ માટે હવામાન વિભાગની ઓફિસિયલી વેબસાઈટને અનુસરવું.