કપાસની બજારમાં તેજીની આગેકૂચ યથાવત છે. રૂનાં ભાવ વધી રહ્યાં હોવાથી કપાસની બજારમાં પણ શુક્રવારે વધુ રૂ.૨૦થી ૩૦નો સુધારો જોવા મળ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કામાં મતદાન હોવાથી ખેડૂતો અત્યારે ચૂંટણીમા લાગી ગયા હોવાથી આવકો એકદમ કપાય ગઈ
છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ ખેડૂતો માટે સ્પેશિયલ એપ લોન્ચ કરી, હવે મિનિટોમાં સમસ્યાનો ઉકેલ આવશે
સમગ્ર સૌરાષ્ટ્રનાં અગ્રણી પીઠાઓમાં આવકો ઘણા દિવસો બાદ ઘટીને ૧.૩૭ લાખ મણે પહોંચ ગઈ છે. આ બતાવે છેકે હવે ચૂંટણી પૂરી ન થાય ત્યા સુધી આવકો વધવી મુશ્કેલ લાગે છે. કપાસની વીણી કરવા માટે અત્યારે મજૂરો પણ મળતા નથી અને વધતી બજારમાં કોઈનું વેચાણ કરવું નથી.
કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની આવકો ૧૨થી ૧૫ ગાડીની થઈ હતી અને ભાવ રૂ.૧૭૩૦થી ૧૭૮૦, જ્યારે કાંઠીયાવાડમાંથી ૨૫થી ૩૦ ગાડીની આવક વચ્ચે ભાવ રૂ.૧૭૪૦થી ૧૮૨૦નાં હતાં સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૩૭ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા વાંકાનેર રૂ.૧૯૦૩ પ્રતિ મણનાં બોલાયા હતા.
આ પણ વાંચો: મગફળીનાં ભાવમાં ફરી વધારો, જાણો આજનાં મગફળીના લેટેસ્ટ ભાવ
જ્યારે સૌથી નીચા ભાવ બે-ત્રણ યાર્ડમાં રૂ.૧૭૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૭૫૦થી ૧૮૫૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
તા. 25/11/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1740 | 1860 |
અમરેલી | 1200 | 1832 |
સાવરકુંડલા | 1780 | 1865 |
જસદણ | 1780 | 1850 |
બોટાદ | 1740 | 1915 |
મહુવા | 1575 | 1832 |
ગોંડલ | 1771 | 1831 |
કાલાવડ | 1700 | 1870 |
જામજોધપુર | 1730 | 1841 |
ભાવનગર | 1131 | 1817 |
જામનગર | 1600 | 1870 |
બાબરા | 1800 | 1880 |
જેતપુર | 1500 | 1919 |
વાંકાનેર | 1700 | 1903 |
મોરબી | 1751 | 1861 |
રાજુલા | 1625 | 1800 |
હળવદ | 1700 | 1854 |
વિસાવદર | 1700 | 1846 |
બગસરા | 1710 | 1866 |
જુનાગઢ | 1650 | 1758 |
ઉપલેટા | 1700 | 1820 |
માણાવદર | 1780 | 1885 |
ધોરાજી | 1721 | 1871 |
વિછીયા | 1775 | 1860 |
ભેંસાણ | 1600 | 1838 |
ધારી | 1771 | 1840 |
લાલપુર | 1745 | 1846 |
ખંભાળિયા | 1750 | 1831 |
ધ્રોલ | 1700 | 1823 |
પાલીતાણા | 1590 | 1760 |
સાયલા | 1760 | 1860 |
હારીજ | 1700 | 1831 |
ધનસૂરા | 1600 | 1720 |
વિસનગર | 1700 | 1839 |
વિજાપુર | 1650 | 1823 |
કુકરવાડા | 1705 | 1800 |
ગોજારીયા | 1700 | 1793 |
હિંમતનગર | 1550 | 1822 |
માણસા | 1710 | 1818 |
કડી | 1740 | 1888 |
મોડાસા | 1650 | 1721 |
પાટણ | 1725 | 1848 |
થરા | 1790 | 1800 |
તલોદ | 1730 | 1810 |
સિધ્ધપુર | 1700 | 1859 |
ડોળાસા | 1794 | 1911 |
ટિંટોઇ | 1601 | 1740 |
દીયોદર | 1700 | 1760 |
બેચરાજી | 1700 | 1815 |
ગઢડા | 1655 | 1783 |
ઢસા | 1735 | 1785 |
કપડવંજ | 1450 | 1575 |
ધંધુકા | 1770 | 1860 |
વીરમગામ | 1740 | 1808 |
જાદર | 1700 | 1851 |
જોટાણા | 1532 | 1745 |
ચાણસ્મા | 1711 | 1833 |
ભીલડી | 1700 | 1735 |
ખેડબ્રહ્મા | 1705 | 1745 |
ઉનાવા | 1650 | 1841 |
શિહોરી | 1690 | 1775 |
લાખાણી | 1500 | 1772 |
ઇકબાલગઢ | 1500 | 1790 |
સતલાસણા | 1681 | 1775 |
આંબલિયાસણ | 1750 | 1812 |