khissu

Airtel ના ગ્રાહકો વારંવાર રિચાર્જ કરાવવાથી કંટાળી ગ્યા છો તો જાણી લો નવી જાહેરાત

Airtel New plane 2024: જો તમે airtel યુઝર્સ છો તો તમારી માટે છે કામ ના સમાચાર. લોકો વારંવાર રિચાર્જ કરવાથી કંટાળી જતા હોય છે અને બિલ પણ વધારે પેમેન્ટ કરવું પડતું હોય છે.

જોકે આજે airtel કંપનીએ નવી જાહેરાત કરી છે અને એમનો વાર્ષિક પ્લાન છે તેની રકમ પણ જાહેર કરી છે.

વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી તમને મુક્તિ મળશે, જો તમે એરટેલ માં 365 દિવસની વેલિડિટી વાળુ રિચાર્જ કરો છો તો.

એકવાર રિચાર્જ કરાવ્યા પછી 365 દિવસ સુધી તમારે રિચાર્જ કરાવું નહીં પડે, 365 દિવસ સુધી તમને ફ્રી કોલિંગ, મોબાઈલ ડેટા અને એસએમએસ આપવામાં આવશે.

Airtel ના આ રિચાર્જ પ્લાનમાં 24 જીબી મોબાઈલ ડેટા આપવામાં આવશે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

Airtel ના આ પ્લાન ની કિંમત પેહલા 1799 રૂપિયા હતી. જોકે આજે નવી જાહેરાત મુજબ જીઓએ અને એરટેલ કંપનીને એમના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે. અને હવે નવી કિંમત 1999 રહેશે.

એટલે કે આખા વર્ષના રિચાર્જ ની ઝંઝટમાંથી મુક્ત થવા માટે તમારે airtel નું 1999 રિચાર્જ કરવાનું રહેશે. તમે એરટેલની ઓફિસિયલની એપ્લિકેશન ઉપર જઈને રિચાર્જ કરી શકો છો જેમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળશે.

Airtel નો નવો વધારેલો દર 1 જુલાઈ 2024 થી લાગુ થશે.

ત્રણ મહિનાનો એરટેલ નો સૌથી લોકપ્રિય પ્લાન 859 રૂપિયામાં હવે આવશે. જે પેહલા 719 રૂપિયામાં આવતો હતો. જે પ્લાન 84 દિવસ નો છે. જેમાં 1.5 નેટ આપવામાં આવે છે.

Airtel નો એક મહિનાનો પ્લાન 299 રૂપિયામાં આવતો જે હવે 349 માં આવશે.