khissu

એલર્ટ: ભારે વરસાદની આગાહી, આવતી કાલે આટલા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 10 તારીખ સુધીમાં અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં અતી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે પોરબંદર, અમરેલી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત, તાપી, વડોદરા, આણંદ, મહેસાણા, પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ આવતી કાલે વરસાદનું સારું એવું જોર રહેશે.

અત્યાર સુધીમાં સરેરાશ રાજ્યમાં 50 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. પરંતુ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટમાં અને કચ્છમાં 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શકયતા છે.