khissu

Ambalal patel દ્વારા Julaiનું ભારે પૂર્વાનુમાન/ 15થી 23માં સિસ્ટમ સહિત ભારે વરસાદ આગાહી

1) જુલાઈ મહિનાની અંદર અંબાલાલ પટેલ દ્વારા (Ambalal patel દ્વારા Julai) આગાહી નવા વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

2) 20મી તારીખ પછી ગુજરાતની અંદર જબરુ વહન આવી રહ્યું છે, જે વહન ડિપ્રેશનમાં ફેરવાઈ તો નવાઈની વાત નથી. 

3) આ વહન એટલે કે લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે ત્યાર પછી બીજું 23 જુલાઈ આસપાસ એક નવું લો-પ્રેશર બનશે. આમ બેક ટુ બેક જબરા વહન જુલાઈ મહિનામાં આવશે. 

4) બેક ટુ બેક લો પ્રેશર બનવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા 20 તારીખ પછી ગણી શકાય એટલે હવે પછીનો જુલાઈ મહિનામાં 20 તારીખ પછી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા. 

5) 15મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે જેમને કારણે ગુજરાતમાં 17 થી 20 જુલાઈમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 

6) ગુજરાતમાં બાર જુલાઈ સુધી વરસાદની શક્યતા છે જેમાં જામનગર પોરબંદર ની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 

7) 12 તારીખ સુધી જુનાગઢ, વેરાવળમાં સાથે અમરેલી અને ભાવનગરના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. 

8) જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.