khissu

હજી વરાપ નથી નીકળી ત્યાં આખા જુલાઈ મહિનાની આવી 10 મોટી આગાહી: અંબાલાલ પટેલ દ્વારા

1) 1 જુલાઈથી વરસાદની તીવ્રતા થોડી ધીમી થઈ શકે છે પરંતુ તે વરસાદ યથાવત રહેશે અને છૂટાછવાયા વિસ્તારોમાં વત્તા ઓછા અંશે વરસાદ પડતો રહેશે.

2) 2થી 5 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે.

3) ત્યાત્યાર બાદ 8થી 12 જુલાઈ દરમિયાન પણ સારો વરસાદ રહેશે.

4) 11થી 12 જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાશે. અને 18થી 20 જુલાઈ દરમ્યાન હવાનું દબાણ ઉભું થશે અને વરસાદ પણ થશે.

5) આગાહી જણાવ્યું હતું કે જુલાઇ મહીનાં મધ્યમાં પણ વરસાદ બંધ નહીં થાય. મેઘ મહેર યથાવત્ રહેશે.

6) જુલાઈ મહિનામાં વરસાદ ચાલુ જ રહેશે અને આખરે 23 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે.

7) અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે.

8) આગળ તેમણે જણાવ્યું હતું કે માડાગાસ્કરથી ચોમાસાની વળાંક કેરળ તરફ રહેવી જોઈએ પણ આ વખતે એવું નથી. આ વખતે વિશિષ્ટ પ્રકારનું ચોમાસું છે જે અગાઉની પેટર્ન પ્રમાણે નથી.

9) આગાહીમાં અંબાલાલ કાકાએ જણાવ્યું હતું કે ગુજરાતવાસીઓ માટે 2 દિવસ ખૂબ જ ભારે રહી શકે છે. ગુજરાતમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

10) હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી 48 કલાક મેઘ તેનું રૌદ્ર રૂપ બતાવશે.