Top Stories
khissu

અંબાલાલ પટેલ દ્વારા ફરી ભારે વરસાદ આગાહી...

ગ્રહ અને નક્ષત્રોની ચાલ પરથી આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે (29 જુલાઇ) ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

1) હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદને લઈને નવી આગાહી કરી છે. જણાવ્યું છે કે આવતી કાલથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 

2) સાર્વત્રિક વરસાદ નહીં પડે પણ જ્યાં વરસાદ પડશે ત્યાં અતિશય પડશે અને જળબંબાકારની સ્થિતિ સર્જાશે. 

3) સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પાટડી તથા દસાડામાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બહુચરાજી, કડી, વિસનગર, સિધ્ધપુર અને પાલનપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

4) સાથે જ અમદાવાદના વીરમગામમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 

5) બંગાળની ખાડીમાં સર્જાયેલ હળવા દબાણને કારણે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેના કારણે નર્મદા નદીમાં પૂર આવશે.

આજની હવામાન વિભાગ દ્વારા નવી નકોર આગાહી?
1) હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

2) બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની સામાન્ય અસર 2 ઓગસ્ટ સુધી જોવા મળશે.

3) હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે.

4) આજથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 

5) ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ભાવનગર શહેરના પંથકમાં સામાન્ય વરસાદની આગાહી જણાવી છે. 

6) મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાઓની શક્યતાઓ છે. 

7) ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળશે. 

8) 31 જુલાઇએ દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, સુરત અને ભરૂચ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.