khissu

શું આ વાવાઝોડાના વરસાદમાં વાવણી કરી નાખવી જોઇએ? શું કહે છે નક્ષત્રો ?

ગઇકાલ સાંજથી મોડીરાત સુધી બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિય ચાલી હતી. જે બાદ ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, મોટી ઘાત ટળી છે પરંતુ હજુ પણ વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના રહેશે.

આગામી 17, 18, 19 તારીખમાં ઉત્તર-મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદ ગાજવીજ અને આંચકાના પવન સાથે થશે. આ આંચકાના પવન જ ભારે નુકસાન પહોંચાડતા હોય છે. પશુઓને લઇને અને યાર્ડમાં રહેલા માલને લઇને સાવચેતી રાખવાની જરૂર છે.

ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદ આવશે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની સંભાવના રહેશે. 55 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના રહેશે. સાથે જ તેમણે જણાવ્યું કે, રાજ્ય નહીં દેશના અમુક ભાગોમાં વાવાઝોડાની અસર 20-21 જૂન સુધી જોવા મળી શકે છે. જ્યારે આ દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે. રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.

સાથે જ તેમણે કહ્યું કે, 21 જૂન આસપાસ બંગાળના ઉપસાગરે હળવું દબાણ બનવાની શક્યા છે. બીજું 28મી જૂને બનવાની શક્યતા છે. ત્રીજુ 1લી જુલાઇએ બનવાની શક્યતા છે. જોકે, વાવાઝોડાની વિપરીત અસર ચોમાસા પર નહીં થાય એવું મારું માનવું છે.

વાવણીલાયક વરસાદ ક્યારે પડશે તેના વિશે અંબાલાલે કહ્યું કે, હાલ જે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. જોકે, આના કારણે કેટલાક જંતુઓનું ઉપદ્રવ થતો હોય છે. આગલા નક્ષત્રમાં વાવેતરમાં કરવામાં આવે તો જ પાક સારો રહી શકે છે.