ચોમાસું, કાતરા, વાવણી અષાઢી બીજ અને 3 સિસ્ટમને લઈને અંબાલાલ પટેલની 7 મોટી આગાહી....

ગુજરાતના જુના અને જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આજે ફરી એક વખત ચોમાસાને લઈને આગાહી કરી છે. 

1)  અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના જખૌ વિસ્તાર પર બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયું હતું એ 21 જૂન સુધીમાં વિખરાઈ જશે અને 18 જૂન સુધી આ વાવાઝોડાની અસર ગુજરાતમાં રહેશે. 

2) આજે અંબાલાલ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં વિધિવત ચોમાસું 21 જૂનથી બેસશે, પરંતુ 26 જૂન પછી ચોમાસું સક્રીય બનશે.

3) આજે અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. એટલે કે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાથી વાવેતર કરેલા પાકમાં કાતરા ( કાતરા એટલે અંગ્રેજીમાં Caterpillar તરીકે ઓળખાતી ઇયળ. આ ઇયળ કૃષિમાં જંતુ તરીકે માનવામાં આવે છે. આ ઇયળ ફળો અને ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચાડે છે કાતરા જીવજંતને એકદમ ખાઉધરા માનવામાં આવે છે અને આખે આખા ઉભા પાકને કોરી ખાય છે) પાડવાની શક્યતા છે. જેનું સાયકલ 27 દિવસ સુધી ચાલશે. આ કાતરાઓ ઉભા કૃષિ પાકોને ખાઈ જતા હોય છે. હવે રાજસ્થાન મારવાડના રણમાં તીડની ઉત્ત્પત્તિ થવાની સંભાવના છે. 

4) આવનાર અષાઢ સુદ બીજમા  રથયાત્રા ના દિવસે વાદળો રહેવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પાડવાની શક્યતા છે. અષાઢ સુદ પાંચમથી રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી થવાની શક્યતા છે.

5) અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની આગાહી કરી છે, આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. 

6) આગળ જણાવ્યું હતું આગામી જુલાઇ મહિના સુધી વરસાદ ચોમાસાની પેટર્ન મુજબ જ પડશે. આ વર્ષે પુરતો વરસાદ પડવાની પણ સંભાવના તેમણે વ્યકત કરી છે.

7) આગળ આગાહીમા જણાવ્યું હતું કે , તોફાન એટલે કે વાવાઝોડા અને સિસ્ટમ (UAC) બંગાળમાંથી ભેજ ખેંચવા માટે પૂર્વ તરફ વળે છે. ત્યારબાદ 25મીથી 27મી સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પહોંચવાનો અંદાજ છે. વધુમાં, બંગાળની ખાડી 21 જૂને, 28 જૂને અને જુલાઈ 1 ના રોજ ઉચ્ચ હવાના દબાણનો સામનો કરશે.