Top Stories
khissu

ઓક્ટોબર મહિનામાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી...

હવામાન વિભાગની સાથે ઓક્ટોબર મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલ પણ ફરી એક વાર વરસાદ આગાહી જણાવી છે. રાજ્યમાં 28 તારીખથી હાથી (હસ્ત) નક્ષત્રની શરૂઆત થશે. હસ્ત નક્ષત્રમાં પવન સાથે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડતો હોય છે. 

અંબાલાલ પટેલ દ્વારા ફરી વરસાદ આગાહી
1) ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી જણાવી છે.

2) આવનાર મહિને 12થી 15 ઓક્ટોબરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

3) રાજ્યમાં 20થી 22 ઓક્ટોબર વચ્ચે વાતાવરણમાં માં પલટો આવવાની શક્યતા છે.

4) રાજ્યમાં ભારેથી મધ્યમ અને હળવા ઝાપટાં પડવાની શક્યતા છે.

5) મહારાષ્ટ્રનાં દક્ષિણ ભાગો, મધ્ય પ્રદેશનાં ભાગો, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનનાં ભાગોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. 

6) ચાલુ મહિને ચોમાસું સક્રિય બનતાં 81% વરસાદ પડ્યો છે. હજી 19% વરસાદની ઘટ પડી રહી છે.