khissu

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી/ નવરાત્રીમાં કેટલા દિવસ વરસાદ?

હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે અંબાલાલ પટેલે પણ નવરાત્રિમાં વરસાદને લઈને આગાહી કરી છે.

અંબાલાલની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.તેને વધુમાં જણાવ્યું છે કે 26 તારીખથી વાતાવરણમાં પલટો આવશે. અને 27 સપ્ટેમ્બર નાં રોજ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે 5 ઓકટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પરંતુ ચોમાસાની વીદાય શરૂ થઈ ગઈ છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.