khissu

નવરાત્રિ, દિવાળી અને નવું વર્ષ... દરેક તહેવારમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી

Ambalal Patel Rain In Gujarat: જો સરકારના આંકડા પર નજર કરીએ તો ખ્યાલ આવે કે ગુજરાતમાં સિઝનનો 86 ટકા વરસાદ વરસ્યો છે. હજુપણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે. ગત વર્ષે અત્યાર સુધીમાં 104 ટકા વરસાદ વરસ્યો હતો. તો 49 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. ત્યારે હવે અંબાલાલ પટેલે નવરાત્રિ, દિવાળી અને નવા વર્ષના દિવસે વરસાદને લઈ મોટી આગાહી કરી છે.

ગયા વર્ષની વાત કરીએ તો ત્યારે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા. આ વર્ષે પણ એ સ્થિતિ રિપિટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યાં છે. એટલે કે નવરાત્રિમાં વરસાદ આવવાની પૂરી શક્યતા છે. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે.

આ સાથે જ અંબાલાલ પટેલે આગળ વાત કરી કે દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. એટલે કે તમારી નવરાત્રિ, દિવાળી અને નવું વર્ષે ત્રણેય વરસાદમાં ધોવાઈ જાય એવું પણ બની શકે.