khissu

ખેડૂતો ઓજારો લઈને તૈયાર થઈ જાવ, વાવણી લાયક વરસાદ વિશે અંબાલાલની મોટી આગાહી

Ambalal patel prediction: હવામાન વિભાગે આગાહીમાં વાત કરી હતી કે ગાજવીજ સાથે વરસાદ પડશે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે હવે અંબાલાલ પટેલે મોટી આગાહી કરીને ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે. ચોમાસાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે તો સાથે સાથે ખેડૂતોને વાવણી વિશે પણ વાત કહી છે.

અંબાલાલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. આંધી, વંટોળ અને ગાજ વીજ સાથે ચોમાસુ શરૂ થશે. 15મી જૂન આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આ વખતે ગુજરાતમાં વરસાદની સાથે ખેતીમાં રોગચાળાની પણ પ્રબળ શક્યતા છે તો ખેડૂતોને આ વિશે પણ સાવચેત અને સજાગ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અંબાલાલ કહે છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં પવનની ગતિ વધુ રહેશે. ચોમાસાની શરૂઆતે અતિભારે વરસાદ રહેશે. 8મી જુલાઈના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભુ થશે. 10મી જૂનથી ચોમાસુ મુંબઈથી ગુજરાત તરફ આગળ વધશે.