khissu

આગાહી બદલી: ફેબ્રુઆરીનાં છેલ્લા સપ્તાહમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, જાણો શું છે નવું આગાહી

રાજ્યમાં હાલ સવારે અને રાતે ઠંડી અનુભવાય છે જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હવામાન નિષ્ણાતોએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરી દીધી છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પાંચ દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતના વાતાવરણમાં બે દિવસ કોઇ મોટો તફાવત નહીં થાય. પરંતુ બે દિવસ બાદ લધુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછું થશે.

બે દિવસ તાપમાનમાં ઘટાડો થવાનું કારણ જણાવતા તેમણે કહ્યુ કે, હાલ પવનની દિશા પશ્ચિમ તરફની છે. બે દિવસ પછી પવનની દિશા ઉત્તર તરફની થશે જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. એટલે તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછું થાય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અંગેની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય છાંટા પડી શકે છે. 22થી 24 ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં ન્યૂન્તમ તાપમાન 8 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. વહેલી સવારે 11થી 15 ડિગ્રી થવાની શક્યતા રહેશે. પવનની ગતિ પણ વધારે રહેશે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, 17થી 29 ફેબ્રુઆરીમાં વાતાવણમાં પલટો થશે.

તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, હાલ એવું લાગી રહ્યું છે કે, રાજ્યના હવામાનમાં પલટો આવશે. જેમાં 21 તારીખ સુધી કોઇપણ એકાદ દિવસ એવો હશે કે, જેમાં રાજ્યના અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે. ઘણી જગ્યાએ વાદળ થશે અને કોઇ જગ્યાએ સામાન્ય ઝાપટા પડી શકે છે. ઝાપટા કે છાંટા પડવાની શક્યતા માની રહ્યા છે તેમાં મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડાની આસપાસના કોઇ ગ્રામ્ય વિસ્તાર હોઇ શકે છે. પરંતુ વધારે શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં