khissu

ચોમાસાનું આગમન અને મીની વાવાઝોડુ એટલે 'રોણ' રોહિણીમાં Wether મોડેલ, વર્ષા વિજ્ઞાન અને અંબાલાલ પટેલની આગાહી? કઈ તારીખથી પેહલો વરસાદ?

નમસ્કાર ખેડૂત મિત્રો! આવતીકાલથી રાજ્યમાં રોહિણી એટલે કે રોણ નક્ષત્રની શરૂઆત થશે. આ રોહિણી નક્ષત્ર વરસાદના નક્ષત્રનુ પ્રારંભિક નક્ષત્ર કહી શકાય છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો ચોમાસાની સાયકલ સરખી ચાલે તેવું કહેવામાં આવતું હોય છે, તો આજે આ આર્ટીકલમાં આપણે જાણીશું રોહિણી નક્ષત્રની સંપૂર્ણ માહિતી.

રોહિણી નક્ષત્ર: વર્ષ 2023માં રોહિણી નક્ષત્રની શરૂઆત 24/05/2023થી શરૂ થશે. આ નક્ષત્ર 08/06/2023 સુધી ચાલશે. રોહિણી નક્ષત્ર માં વાદળો બંધાવાની શરૂઆત થતી હોય છે. વાદળો બંધાવાની સાથે પવનનું જોર વધારે રહેતું હોય છે. હવામાન વિભાગનાં કહ્યા મુજબ વાવણી પેહલાના વરસાદને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે. એટલે પ્રિ મોન્સૂન એક્ટિવિટી આ નક્ષત્રમાં જોવા મળે છે.

રોહિણી નક્ષત્રમાં વરસાદ આગાહી? 2023માં તારીખ 3,4,5,6,7 જુનના રોજ વરસાદ પડવાની સંભાવના રજનીકાંતભાઈ લાડાણીએ જણાવી છે. રજનીકાંત ભાઈ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય છે. 

જ્યારે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રમાં ચાર પાયા હોય છે. રોહિણી નક્ષત્ર ઉપરથી નક્કી થાય છે કે ચોમાસું મોડું બેસવાનું છે કે વાયરુ ફૂંકાશે. પ્રથમ ચરણમાં વરસાદ થાય છે. જો બીજા ચરણમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયરુ વાય એમાંથી વાયરાના દિવસો ઓછા થાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા એટલે કે 1-4 જૂન માં વરસાદ આવે તો ચોમાસું બરાબર આવે છે.

રોહિણી નક્ષત્રના વરસાદને લઈને વધુમાં જણાવતા તેમને કહ્યું હતું કે બધા જ દિવસો ગાજવીજ સાથે વરસાદ પડે તો વર્ષ દોષ રહેતો હોય છે અને નક્ષત્રની શરૂઆતના દિવસોમાં છાંટા પડે તો ચોમાસાના સારા સંકેતો ગણવામાં આવે છે અને જો રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર હાલે છે.

વેધર મોડલ મુજબ રોહિણી નક્ષત્રમાં આગાહી?
વૈજ્ઞાનિક વેધર મોડલો મુજબ રોહિણી નક્ષત્ર ઉતરતા એટલે કે પહેલી જૂન પછી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જણાય રહી છે. જોકે 27, 28 મેથી પ્રીમોનસૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં શરૂ થઈ જશે. હાલમાં છેલ્લા બે ત્રણ દિવસથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં રાહત છે અને હજી આવનાર બે થી ત્રણ દિવસ સુધી રાહત રહેશે ત્યાર પછી ફરીથી પ્રી-મોનસુન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતના અલગ અલગ ભાગોમાં શરૂ થઈ જશે.

28 મે પછી વરસાદ આગાહી? વૈજ્ઞાનિક મોડલ મુજબ 28 મે પછી ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવશે. અને ગુજરાતના ગણા-ગાંઠિયા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. આ વરસાદનો રાઉન્ડ 31 મે સુધી ચાલી શકે છે.

કયા વિસ્તારમાં વધારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે?
ખાસ કરીને ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે તેમાં આ રાઉન્ડ અસર કરતા રહેશે. વરસાદના આ રાઉન્ડમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. કોઈક વિસ્તારોની અંદર પવન સાથે કરા પણ પડી શકે છે. જોકે ભારે પવન અને કારણે મીની વાવાઝોડા જેવો માહોલ તે વિસ્તારમાં સર્જાય શકે છે.

અહીંયા ખાસ એક માહિતી જણાવવાની કે આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હશે, ચોમાસુ બેસતા પહેલા જે વરસાદ પડતો હોય તે. આ આગાહીના દિવસો પછી એટલે કે બે થી લઈને પાંચ જૂન વચ્ચે ગમે ત્યારે કેરળમાં સત્તાવાર ચોમાસુ છે કે જાહેર થઈ શકે છે. જોકે હવામાન વિભાગે કહ્યું છે કે ચાર જુને આ વર્ષે કેરળમાં ચોમાસું પહોંચશે. પરંતુ અરબી સમુદ્ર આવતા અઠવાડિયે એક્ટિવ થતા ચોમાસુ વહેલું પણ આવી શકે છે.

COLA GFS વેધર મોડલ મુજબ આગાહી? કોલા જીએફએસ વેધર મોડલમાં થયેલ ફેરફાર મુજબ 1 જૂનથી લઈને 7 જૂન વચ્ચે અરબી સમુદ્ર સારો એવો એક્ટિવ મોડમાં જણાય રહ્યો છે જે મુજબ ગુજરાત માટે ચોમાસાના સારા સંકેતો ગણી શકાય. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનું શરૂઆત 15 જૂનથી થતી હોય છે. આ વર્ષે ચોમાસું પાંચ થી છ દિવસ ગુજરાતમાં મોડું ચોમાસું શરૂ થાય તેવું લાગી રહ્યું છે.

નોંધ:- ખેતીના કામોમાં આયોજન કરવા માટે વરસાદની આગાહી માટે અને વાવાઝોડાની આગાહી માટે હવામાન વિભાગને અનુસરે. અહીંયા ઉપર જણાવેલ આગાહી વૈજ્ઞાનિક મોડલો અને સોશિયલ મીડિયાના અહેવાલોને આધારે જણાવેલ છે.