khissu

માનવીના સ્વભાવને લગતા વિસ્મયકારક તથ્યો

મનુષ્ય પૂરી દુનિયામાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાય છે. માણસોની વિચારવાની શક્તિ કંઈક અલગ જ પ્રકારની હોવાથી બધા પ્રાણીઓ મનુષ્ય અલગ તરી આવે છે. મનુષ્યના સ્વભાવમાં અધ્યયન કરવામાં આવે છે તે વિજ્ઞાનની શાખા મનોવિજ્ઞાન કહેવાય છે. તો ચાલો જોઈએ મનુષ્યના સ્વભાવના કંઈક અદ્ભૂત તથ્યો.

  1. એક સંશોધન અનુસાર જો માણસ બહુ જ નકારાત્મક વિચારવા લાગે તો તેની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે.
  2. જે માણસ વધારે પડતું વિચારતું હોય તેને ડિપ્રેશનમાં જવાની શક્યતા સૌથી વધારે હોય છે. કારણકે ત્યારે માણસનું મગજ એવા પ્રોબ્લેમ ઊભા કરે છે કે જેનો કોઈ અસ્તિત્વ જ નથી હોતું.
  3. મનોવિજ્ઞાન અનુસાર તમે જેટલી ઠંડી જગ્યા માં ઊંઘો એટલા જ ડરાવનાં સપના આવવાની સંભાવના વધી જાય છે.
  4. જો તમને ખરાબ વિચારો આવતા હોય તો તેનાથી બચવાનો સૌથી સરળ અને સાચો ઉપાય સંગીત સાંભળવું છે.
  5. મનોવિજ્ઞાન અનુસાર જે લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય તે લોકો બીજાની ભૂલો વધારે કાઢે છે.
  6. સંશોધનમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે લોકો સત્યઘટના કરતા કોઇ અફવા પર જલ્દી વિશ્વાસ કરી લે છે.
  7. મોડી રાત્રે અથવા અર્ધ નિંદ્રામાં માણસ મોટેભાગે સાચું બોલે છે, કારણકે ખૂબ થાકેલો હોવાને કારણે મગજ ઝાઝુ વિચારી શકતું નથી અને ઈમાનદારીથી જવાબ આપે છે.
  8. તમને જાણીને નવાઈ થશે કે જો તમે તમારી ગમતી મ્યુઝિક ટોન ને એલાર્મ ની રીંગટોન તરીકે રાખો તો થોડા સમય પછી તે મ્યુઝિક ને તમે નફરત કરવા લાગશો.
  9. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર દર્દ અને એકલા પણ બંને મગજના એક જ ભાગમાં મહેસૂસ થાય છે. એટલે જ જ્યારે તમે એકલા મહેસુસ કરતા હોય ક્યારે એવા દર્દનો અનુભવ થાય છે કે તમે ઘાયલ થયા હોય.
  10. એક સંશોધનમાં સાબિત થયું છે કે માણસને સૌથી વધારે ક્રિએટિવ આઇડિયા બાથરૂમમાં નહાતી વખતે જ આવે છે.