Top Stories
khissu

28 તારીખે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર...

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 જુલાઇએ ફરી એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેશરની અસરને કારણે ફરી રાજ્યમાં સારો વરસાદ પડે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતાએ આગામી 24 કલાક મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાનાં એક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે કે વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપી સાથે બનાસકાંઠા માં ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે.

1) આગમી 24 કલાક બાદ બંગાળની ખાડીમાં સર્જાશે નવું લો-પ્રેશર.

2) નવાં લો-પ્રેશર ને કારણે ફરી પડી શકે છે સારો વરસાદ: હવામાન

3) આગામી 24 કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી

4) લો-પ્રેશર ને કારણે છેલ્લાં 3 દિવસથી ગુજરાતમાં પડી રહ્યો છે વરસાદ

5) આવતી કાલથી વરસાદ જોર ઘટશે.

6) ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે. 

અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી?
ગુજરાતમાં નક્ષત્રો અને ગ્રહોનો ચાલને આધારે આગાહી કરતા જણાવ્યું છે કે વરસાદ લંબાયો છે પણ ચોમાસું સારું રહશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ પડશે. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ ઓમાન દેશ તરફ જતી રહે છે હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ થશે.

નક્ષત્રો જોગ વરસાદ?
પુનર્વસુ નક્ષત્ર બાદ હાલમાં પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે ત્યાર પછી આશ્લેષા નક્ષત્ર બીજી ઓગસ્ટથી ચાલુ થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોય છે એટલે આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.