Top Stories
khissu

બેંક ઓફ બરોડા: હોમ લોન લેવાઈ કે નહીં? જો 30 વર્ષ માટે લોન લઈએ તો કેટલો હપ્તો? વ્યાજ?

આજકાલના જમાનામાં લોન લેવી અને મિલ્કત વસાવવી અને એ મિલ્કત નો જીવન સાથે ઉપયોગ કરતો જવો એ ટ્રેંડ થઈ ગયો છે. અને એ ટ્રેન્ડમાં ધુબાકો મારવા લોકો લોન લેતા હોય છે. આજે આપડે જાણીશું કે લોન લઈએ તો કેટલો ફાયદો અને ગેર ફાયદો.

બેંક ઓફ બરોડા માં ખાતું છે અથવા તમે બેંક ઓફ બરોડા માંથી લોન લો છો તો તમારે?

જો તમે બેંક ઓફ બરોડામાંથી 30 વર્ષ માટે રૂ. 50 લાખની હોમ લોન લો છો, તો તમારે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે?

BOB કેટલું વ્યાજ ઓફર કરે?

બેંક ઓફ બરોડા પગારદાર કર્મચારીઓને હોમ લોન પર 8.40% થી 10.60% વ્યાજ દર (ફ્લોટિંગ રેટ) ઓફર કરે છે.

બેંક ઓફ બરોડા પણ નોન-સેલેરી કર્મચારીઓને હોમ લોન પર 8.40% થી 10.60% વ્યાજ દર (ફ્લોટિંગ રેટ) ઓફર કરે છે.

ફિક્સ રેટ વિશે વાત કરીએ તો, બેંક પગારદાર લોકોને 10.15% થી 11.50% અને નોન-સેલેરી લોકોને 10.25% થી 11.60% દર ઓફર કરી રહી છે.

જો તમે BoB પાસેથી 10.15%ના દરે 30 વર્ષ માટે રૂ. 50 લાખની હોમ લોન લો છો, તો માસિક EMI રૂ.44,434 થશે.

એટલે કે 50 વર્ષના અંતે આ લોનમાં તમે 1,09,96,171 રૂપિયાનું વ્યાજ ચૂકવશો. એટલે કે લોન કરતા વધુ વ્યાજ ચૂકવવું પડશે. જોકે તેમ છતાં ગ્રાહકોને ગાળો લાંબો મળવાથી ફાયદો થતો હોય છે.

જો તમે આ લોન 8.40%ના દરે લો છો, તો માસિક EMI 38,092 રૂપિયા થશે. આમાં તમે કુલ 87,13,078 રૂપિયાનું વ્યાજ ચૂકવશો.

50 લાખની હોમ લોન થી તમે તમારૂ ઘર ઉપયોગ કરી શકો છો. સાથે વધારે પૈસા વહેલા ભરી દો તો વ્યાજ ઓછું લાગે. અને ગ્રાહકોને વધારે ફાયદો થાય છે.