khissu

BOB ના ગ્રાહકો માટે ખુશખબરી: તહેવારો પર બેંક ઓફ બરોડાએ આપી મોટી ભેટ

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારા માટે એક સારા સમાચાર છે. બેન્ક ઓફ બરોડાએ નવરાત્રીના પહેલા દિવસે એટલે કે 7 ઓક્ટોબરે હોમ લોનના વ્યાજ દરમાં 0.25 ટકા એટલે કે 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ દર 7 ઓક્ટોબરથી એટલે કે કાલથી અમલમાં આવ્યો છે.

હવે બેંકની હોમ લોનનો વ્યાજ દર 6.50 ટકા થઈ ગયો છે. આ અગાઉ બેંકનો વ્યાજ દર 6.75 ટકા હતો. ગ્રાહકો 31 ડિસેમ્બર, 2021 સુધી બેંકની આ ઓફરનો લાભ લઇ શકશે. તેમજ, આ સમય દરમિયાન લોન લેનારા લોકોએ કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે નહીં.

આ પણ વાંચો: Axis Bank ના ગ્રાહકો માટે ખુશખબરી: બેંકે પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર બહાર પાડી

ઓફરનો લાભ કોને મળશે?
જે ગ્રાહકો નવી હોમ લોન માટે અરજી કરી રહ્યા છે તેમને નવા હોમ લોનના વ્યાજદરનો લાભ મળશે. બેંક પહેલાથી જ તેના ગ્રાહકોને હોમ લોન પર શૂન્ય પ્રોસેસિંગ ચાર્જ ઓફર કરી રહી છે. જોકે, પ્રોસેસિંગ ફીમાં મુક્તિ 31 ડિસેમ્બર 2021 સુધી ઉપલબ્ધ રહેશે.

કેટલી રકમ સુધીની લોન મળશે?
બેંક દ્વારા આપવામાં આવતી હોમ લોન માટે અરજી કરનાર વ્યક્તિના સ્થાન અને આવક પર આધાર રાખે છે. બેંક અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહત્તમ 1 કરોડ રૂપિયા અને મહાનગરીય વિસ્તારમાં 5 થી 10 કરોડ રૂપિયાની મહત્તમ હોમ લોનની રકમ આપે છે.

કેટલા સમય માટે લોન ઉપલબ્ધ છે?
હોમ લોનની ચુકવણીની મર્યાદા વ્યક્તિની આવક અને લોનની રકમ પર આધાર રાખે છે. હોમ લોનની ચુકવણી માટે મહત્તમ મુદત 30 વર્ષ છે. જો કે, તમે નિશ્ચિત સમય માટે લીધેલી લોન પણ જલ્દી પૂરી કરી શકો છો. લોન લીધાના ત્રણ વર્ષ પછી તમે તમારી લોન સમાપ્ત કરી શકો છો.

આ બેન્કો પણ હોમ લોન પર ઓફર આપી રહી છે.
દેશની લગભગ તમામ મોટી બેંકો હોમ લોન આપી રહી છે. ICICI બેંક, SBI, PNB, કોટક મહિન્દ્રા બેંક, HSBC, યસ બેંક હોમ લોન પર આકર્ષક ઓફર આપી રહી છે. આ તમામ બેંકો હોમ લોનના વ્યાજ દર પર નોંધપાત્ર છૂટ આપી રહી છે.

આ પણ વાંચો: 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ મામલે મોટા સમાચાર, જાણો ક્યાં સુધી લંબાવવામાં આવ્યું રાત્રી કરફ્યુ અને કોરોના અપડેટ...

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.