Top Stories
khissu

બેંક ઓફ બરોડાએ શરૂ કરી જોરદાર ફાયદાની સુવિધા, ATM કાર્ડ વગર જ ઉપાડી શકશો પૈસા, તરત જ હાથમાં આવશે પૈસા

Bnak Of Baroda: હવે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો તમારે આ માટે  ATM કાર્ડની જરૂર નહીં પડે. હવે તમે કાર્ડ વગર પણ ATM (UPI ATM)માંથી પૈસા ઉપાડી શકશો. જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ સમગ્ર દેશમાં UPI ATM સુવિધા શરૂ કરી છે. આ અંગેની માહિતી બેંક દ્વારા આપવામાં આવી છે.

6000 ATM લગાવવામાં આવી રહ્યા છે

બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે લગભગ 6,000 UPI ATMની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે, જેના દ્વારા તમે કાર્ડ વગર પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારા ફોનમાં UPI એપ હોવી જરૂરી છે.

NPCI એ દેશનું પ્રથમ UPI ATM સ્થાપિત કર્યું

BOB દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર તે દેશની પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક છે જેણે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે સંકલન કરીને NCR કોર્પોરેશન દ્વારા સંચાલિત UPI ATM લોન્ચ કર્યું છે.

APP દ્વારા સ્કેન કરવાનું રહેશે

બેંકે કહ્યું કે તેના અને અન્ય બેંકોના ગ્રાહકો UPI-સક્ષમ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના બેંક ઓફ બરોડા UPI ATMમાંથી રોકડ ઉપાડી શકે છે.

તમે UPI લિંક્ડ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો

નિવેદન અનુસાર UPI ATM ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ (ICCW) ટેક્નોલોજી દ્વારા QR-આધારિત સીમલેસ રોકડ ઉપાડને સક્ષમ કરે છે, જેને રોકડ ઉપાડવા માટે કાર્ડની જરૂર નથી. UPI ATM સુવિધાનો એક મોટો ફાયદો એ છે કે ગ્રાહકો UPI સાથે જોડાયેલા વિવિધ ખાતાઓમાંથી રોકડ ઉપાડી શકે છે.

UPI ATMમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા-

>> સૌથી પહેલા તમારે નક્કી કરવું પડશે કે કેટલી રોકડ ઉપાડવી.
>> આ પછી, તમે પસંદ કરેલી રકમ અનુસાર તમને તમારી સ્ક્રીન પર એક QR કોડ દેખાશે.
>> તમારે આ QR કોડને તમારી UPI એપ દ્વારા સ્કેન કરવાનો રહેશે.
>> આ પછી તમારે તમારો UPI પિન નાખવો પડશે.
>> હવે તમારું ટ્રાન્જેક્શન સફળ થશે અને તમને રોકડ મળશે.