Top Stories
khissu

માર્ચમાં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે, બેંક જતા પહેલા રજાઓની યાદી જોઈ લેજો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માર્ચ 2022 માટે બેંક રજાઓની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર માર્ચ 2022માં બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે આવી સ્થિતિમાં, વધુ સારું રહેશે કે તમારા બાકી રહેલા કામ માટે બેંકમાં જતા પહેલા તમારે રજાઓની આ યાદી પર એક નજર કરી લેવી જોઇએ. તો ચાલો જાણીએ કે માર્ચ 2022 માં કયા રાજ્યોમાં બેંકો ક્યારે બંધ રહેશે? જેથી, રજાઓની આ યાદીના આધારે, તમે તમારા બેંક સંબંધિત કાર્યને પૂર્ણ કરવા બિનજરૂરી સમસ્યાઓથી બચી શકો.

માર્ચમાં, બેંક રજાઓના કુલ 13 દિવસ માંથી 4 રજાઓ રવિવારની છે. તમને જણાવી દઈએ કે, દેશભરમાં બેંકો 13 દિવસ સુધી બંધ રહેશે નહીં. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં લાગુ પડશે. તેથી જ આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થશે નહીં. જો કે, આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.

માર્ચ 2022માં બેંક રજાઓ
- 1 માર્ચે મહાશિવરાત્રી હોવાથી અગરતલા, આઈઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, નવી દિલ્હી, પણજી, પટના અને શિલોંગ સિવાય અન્ય સ્થળોએ બેંકો બંધ 
- 3 માર્ચ લોસર હોવાથી ગંગટોકમાં બેંક બંધ
- 4 માર્ચ ચપચાર કુટ હોવાથી આઈઝોલમાં બેંક બંધ
- 6 માર્ચ રવિવારની સાપ્તાહિક રજા
- 12 માર્ચ શનિવાર જે મહિનાનો બીજો શનિવાર હશે એટલે બેંક બંધ
- 13 માર્ચ રવિવારની સાપ્તાહિક રજા
- 17 માર્ચ હોળી હોવાથી દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં બેંકો બંધ
- 18 માર્ચ ધુળેટી નિમિત્તે બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાયના સ્થળોએ બેંકો બંધ
- 19 માર્ચ હોળી / યાઓસંગનો બીજો દિવસ હોવાથી ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બેંકો બંધ
- 20 માર્ચ રવિવારની સાપ્તાહિક રજા
- 22 માર્ચ બિહાર દિવસ નિમિત્તે પટનામાં બેંક બંધ
- 26 માર્ચ શનિવાર જે મહિનાનો ચોથો શનિવાર હશે એટલે બેંક બંધ
- 27 માર્ચ રવિવારની સાપ્તાહિક રજા